મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







ટંકારાના નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેકનામ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક લઈને જઈ રહેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે પડધરી અને નેકનામ રોડ ઉપર દહીંસરડા ગામના કાંતિભાઈ ભાણજીભાઈ ચંદ્રાલાની વાડી પાસેથી માધવભાઈ ગોકળભાઈ છીપરીયા નામનો યુવાન બાઈક નંબર જીજે ૩ એમક્યુ ૩૮૫૫ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટ લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને માથામાં અને શરીરને ગંભીર થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા ગોકળભાઈ સવજીભાઈ છીપરીયા જાતે કોળી (૪૬) રહે દહીંસરડા તાલુકો પડધરી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા કૃષ્ણનગર (ગુંગણ) ગામે રહીને ગામના સીમ વિસ્તારમાં ખેત મજૂરીનું કામ કરી રહેલા રેવસિંગ રાયસીંગ આદિવાસી નામના ૩૫ વર્ષના યુવાનને કામ દરમિયાન જમણા પગના ભાગે સાપ કરડી ગયો હતો જેના લીધે તેને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસ મથકે જાણે કરાતા તે બીટ વિસ્તારના જમાદાર વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરાઈ હતી.






Latest News