મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર રોડે દુકાન પાસે જુગાર રમતા નવ શખ્સો ૩૬,૫૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE







વાંકાનેરના લાકડધાર રોડે દુકાન પાસે જુગાર રમતા નવ શખ્સો ૩૬,૫૦૦ ની રોકડ સાથે ઝડપાયા

વાંકાનેર તાલુકાના લાકડધાર રોડ ઉપર જાહેરમાં દુકાનની બાજુમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જુગારીઓને પકડીને ૩૬,૫૦૦ રૂપિયાની કિંમતની રોકડ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લાકડધાર ગામ સામેના રોડ ઉપર રાજુભાઈ માલકીયાની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારી રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા જયદીપભાઇ ધીરુભાઈ જોગરાજીયા જાતે કોળી (૨૨), રણછોડભાઈ વિહાભાઈ અણીયારા જાતે કોળી (૨૫), સુરેશભાઈ રમેશભાઈ ધોરીયા જાતે કોળી (૨૩), કાનજીભાઈ સાદુરભાઈ માલકીયા જાતે કોળી (૩૦), રણછોડભાઈ લખમણભાઇ માલકીયા જાતે કોળી (૪૩), લાલજીભાઈ મશરૂભાઈ અણિયારા જાતે કોળી (૨૫), દેવરાજભાઈ ઉર્ફે મુન્નો હીરાભાઈ માલકીયા જાતે કોળી (૪૦), વાઘજીભાઈ ચકુભાઈ અણીયારા જાતે કોળી (૩૭) અને લખમણભાઇ જીવાભાઇ બાવળીયા જાતે કોળી (૫૮) રહે. બધા લાકડધાર ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૬,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાનેલી ગામે રહેતા અને મજૂરી કામ કરતા નાનુભાઈ ભીમાભાઇ સરૈયા (ઉમર ૨૮) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપરથી પગપાળા જતો હતો ત્યાં જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીકથી પસાર થતા સમયે કોઇ અજાણા વાહનના ચાલકે તેને હડફેટે લેતા ડાબા પગના ભાગે ઇજાગ્રત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News