મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વઘાસિયા પાસે બોગસ ટોલનાકાના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE







વઘાસિયા પાસે બોગસ ટોલનાકાના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની ફરિયાદ આધારે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા હતા અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને ફરધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આવ્યા હતા જો કે, કોર્ટે ફરધર રિમાન્ડ મંજૂર ન કરતાં હાલમાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને ૬ શખ્સોની સામે વિશ્વાસઘાતછેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા આ ગુનામાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપીઓને ફરધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા જો કે, કોર્ટે આરોપીના ફરધર રિમાન્ડ મંજૂર કરેલ નથી જેથી કરીને આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું તપાસનીશ અધિકારી પાસેથી જાણવા મળેલ છે






Latest News