મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની માણેકવાડા શાળામાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને દાન ભેટ અર્પણ કરાયા


SHARE







મોરબીની માણેકવાડા શાળામાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને દાન ભેટ અર્પણ કરાયા

મોરબી પંથકના લોકો શાળાને વિદ્યાનું મંદિર,વિદ્યાનું ધામ માને છે અને શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને બાલ દેવો ભવ:ની ભાવનાથી જોતા હોય છે.અને બાળકો માટે,શાળા માટે કંઈકને કંઈક વસ્તુઓ ભેટ કરીને પોત પોતાની ભાવના વ્યક્ત કરતા હોય છે ત્યારે મહાદેવબાપા ચનિયારા હાલ મોરબી દ્વારા માણેકવાડા શાળામાં અભ્યાસ કરતા ૧૫૦ જેટલા બાળકોને શિયાળાની ઠંડીમાં પગની રક્ષા માટે બુટ અને મોજા વિતરણ કરવામાં આવ્યા તેમજ આ પ્રસંગે જીગ્નેશભાઈ છત્રોલા રોકેક્ષ  લેમીનેટ કંપની દ્વારા દરેક બાળકોને લખવામાં ઉપયોગી પેડ અર્પણ કરી શાળાના  ૧૩૦ માં સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી હતી. આ તકે શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News