મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં દારૂની જુદી જુદી બે રેડ: ત્રણ શખ્સ ૪૧ બોટલ દારૂ સાથે પકડાયા, એકની શોધખોળ


SHARE











ટંકારા તાલુકામાં દારૂની જુદી જુદી બે રેડ: ત્રણ શખ્સ ૪૧ બોટલ દારૂ સાથે પકડાયા, એકની શોધખોળ

ટંકારા તાલુકાના સજનપર ગામ પાસે અને ટંકારામાં દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની ૪૧ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને એક શખ્સનું નામ સામે આવેલ હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામ પાસે આવેલ ઇડેન હિલ સોસાયટી પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસે રહેલ કપડાના થેલામાંથી દારૂની ૩૫ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦,૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પ્રકાશ સૈનિયાભાઈ સંગાળા જાતે અનુ. જનજાતિ (૨૪) રહે હાલ ઘુનડા ગામની સીમ દામજી પટેલની વાડીએ તાલુકો ટંકારા મૂળ રહે મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આવી જ રીતે ટંકારામાં નગરનાકા પાસેથી ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે એકટીવા નંબર જીજે ૩૬ એઇ ૩૪૮૫ ને રોકીને તે વાહન ઉપર જઇ રહેલા શખ્સો પાસે રહેલ કપડાના થયેલાને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે થેલામાંથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૧૨૦ ની કિંમતની દારૂની બોટલો તથા ૩૦ હજારનું વાહન આમ કુલ મળીને ૩૩૧૨૦ નો મુદ્દામાલ કબજે કરીને આરોપી ખોડા જશુભાઈ વરાણીયા જાતે કોળી (૨૩) રહે ત્રાજપર ચોકડી પાસે મોરબી અને સાગર રમેશભાઈ સિચણાદા જાતે કોળી (૩૧) રહે સોઓરડી પરશુરામ પોટરી શેરી નં-૬ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સોની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તેને જયદીપ ઉર્ફે જયુ બેચરભાઈ ચાઉ રહે. સોઓરડી મોરબી વાળા પાસેથી મળેલ હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં પાનની દુકાન સામે રોડ ઉપરથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે ૩ કેએન ૨૮૪૫ ના ચાલકને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા ૨૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૨૦,૧૫૦ ની કિંમતનો મુદામાલ કબજે કરી પ્રવીણભાઈ ગેલાભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૫૩) રહે. નવલખી રોડ લાઇનસનગર મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News