મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ સગર્ભા પરણીતા રાજકોટ સારવારમાં


SHARE







મોરબીના જેતપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ સગર્ભા પરણીતા રાજકોટ સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે વાડી વિસ્તારમાં રહેતી સગર્ભા પરણીતાએ તેના પતિ સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે જેથી હોસ્પિટલ મારફતે આ બનાવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે રાજુભાઈની વાડીએ રહેતા ખુમસિંઘ ધણકના પત્ની મિતલબેન ખુમસિંગ ધણક (૨૦) નામની મહિલાએ વાડીએ રાત્રે ૯:૩૦ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે અને આ મહિલાને તેના પતિ સાથે બોલાચાલી થઇ હોવાથી લાગી આવતા તેણે ઝેરી દવા પીધી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે 

ઝેરી દવા પીધી

માળીયા મીયાણા તાલુકાના નાનીબરાર ગામના રહેવાસી ઉમેશભાઈ દેવાણનંદભાઈ બકુત્રા (૩૫) નામનો યુવાન મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ચોકડી પાસે ધરતીધન હોટલ નજીક હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઈક સ્લીપ

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ બૌદ્ધનગર ખાતે રહેતા પ્રદીપ ખોડાભાઈ સોલંકી (૧૯) નામનો યુવાન માળીયા હાઇવે ઉપર પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈકને બ્રેક લગાવતાની સાથે જ બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા પામેલ પ્રદીપભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઓરકેણ સિરામિક કારખાનામાં સંદીપ યોગેન્દ્રભાઈ રાજભર (૨&) નામનો યુવાન લેબર ક્વાર્ટર પાસે હતી ત્યારે સાંજના સમયે સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News