ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિએ લીધેલ કોરોનાની સારવારનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ


SHARE











મોરબીના ઉદ્યોગપતિએ લીધેલ કોરોનાની સારવારનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ

મોરબીના ઉધોગપતિએ કેર હેલ્થ ઇન્સ્યુરનસ કું. માં મેડીકલ વીમો લીધેલ હતો અને તેઓને તા.૭/૯/૨૦૨૦ નાં રોજ કોરોનામાં તબીયત લથડતાં અમદાવાદ એપોલો હોસ્પીટલમાં સારવાર લીધેલ હતી તેનો ખર્ચ પાંચ લાખ આવતાં વીમા કંપનીએ ઉંચા હાથ કરી નાખ્યા હતા જેથી કરીને તેનો કેઇસ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા ગ્રાહક અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ગ્રાહક અદાલતે વીમા કંપનીને પાંચ લાખ રૂપિયા તા.૨૦/૦૪/૨૦૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે અને દશ હજાર ખર્ચ પેટેનો હુકમ કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, કોરોના હોઈ કે અકસ્માત વીમા કંપનીને વીમો ચુકવવો ગમતો નથી

મોરબીના ઉધોગ પતિ સવજીભાઈ ત્રિભોવનભાઈ કાલરીયાએ કેર હેલ્થ ઇન્સ્યુરન્સ કૂ. માં પાંચ લાખનો વીમો લીધેલ હતો પ્રથમ મોરબી કોરનાની સારવાર લીધી પછી તબીયત લથડતાં અમદાવાદ એપોલો હોસ્પીટલમાં દાખલ કરેલ હતા ત્યાં પાંચ લાખનુ બીલ આપેલ હોસ્પિયલમાં થયું હતું અને તેનો વીમા પણ પાંચ લાખનો હતો જો કે વીમા કંપનીએ એવા જવાબ રજુ કર્યો હતો કે, રાજકોટ કોપોરેશનની હદમાં આવતી હોસ્પીટલ કરતાં અમદાવાદનુ ભાડુ વધારે છે અને અમુક કાગળો માંગેલ ગ્રાહકે કાગળ આપેલ છતાં સાચા ખોટા બાના બતાવી વીમો નામંજુર કરેલ જેથી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ કરતાં વીમા કંપનીને તા. ૨૦/૦૪/૨૦૨૩ થી પાંચ લાખનુ ૯ ટકા વ્યાજ સાથે અને ખર્ચના દશ હજાર ચુકવવાનો આદેશ કરેલ છે.






Latest News