મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે ઘરમાંથી પકડાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ


SHARE







મોરબીના પીપળી ગામ પાસે ઘરમાંથી પકડાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ

મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૧૭ બોટલ મળી હતી જે ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના પીપળી ગામની સીમમાં આવેલ શિવ પાર્ક-૨ સોસાયટીમાં રહેતા વિજયભાઈ ઉર્ફે કારો ના રહેણાંક મકાનમાં દારૂની અગાઉ રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરમાંથી દારૂની ૧૭ બોટલ મળી આવતા પોલીસે ૬૮૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિજયભાઈ ઉર્ફે કારો મનહરભાઈ હમીરપરાની જે તે સમયે જ ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તેને પંકજભાઈ રહે. થાન વાળાએ આપ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના દશરથસિંહ ચાવડા અને પૃથ્વીસિંહને મળેલ બાતમી આધારે પોલીસે મૂળ સુદામડા ગામની સીમમાંથી આરોપી પંકજ ઉર્ફે દિગો ભૂપતભાઇ ખીમાણિયા જાતે કોળી ની ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરેલ છે

મારમારીમાં ઇજા

મોરબીમાં કુબેર ટોકીઝ પાછળના ભાગમાં મફતીયાપરા વિસ્તારમાં રહેતા મર્જીનાબેન મહીનુદ્દીન ખાતુમ (૨૫) નામની મહિલાને માર મારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News