ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં પોલીસની રેડ પડતાં બુટલેગરો ફરાર: ૭૭ બોટલ દારૂ, એક બુલેટ અને ચાર સ્કૂટર કબજે


SHARE











મોરબીના લાતી પ્લોટમાં પોલીસની રેડ પડતાં બુટલેગરો ફરાર: ૭૭ બોટલ દારૂ, એક બુલેટ અને ચાર સ્કૂટર કબજે

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-૮ માં આવેલ ગેસના ગોડાઉન પાસે દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બુટલેગરોમાં નાશભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે દારૂની કુલ મળીને ૭૭ બોટલો તેમજ બુલેટ અને ચાર સ્કૂટર આમ કુલ મળીને ૧,૭૯,૪૭૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં-૮ માં ગેસના ગોડાઉન પાસે દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી અને દારૂનો જથ્થો તથા વાહનો મૂકીને ત્યાંથી નાસી ગયા હતા જોકે સ્થળ ઉપરથી પોલીસ દ્વારા દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૭૭ બોટલો કબજે કરવામાં આવી હતી જેથી ૨૮,૪૭૫ ની કિંમતનો દારૂ તથા ૧૦ હજાર રૂપિયાની કિંમતનું બુલેટ નંબર જીજે ૩૬ કે ૨૭૧૨, ૨૫ હજારની કિંમતનું એક્ટિવા નંબર જીજે  ૩૬ એઇ ૦૮૯૭, ૨૫ હજારની કિંમતનું એક્સેસ સ્કૂટર નંબર જીજે ૩૬ એડી ૪૭૧૨, ૨૫ હજારની કિંમતનું એક્સેસ સ્કૂટર જેના નંબર જીજે ૩૬ એ ૬૩૪૬ અને ૨૫ હજારની કિંમતનું નંબર વગરનું એક્સેસ સ્કૂટર આમ કુલ મળીને પોલીસે સ્થળ ઉપરથી ૧,૭૯,૪૭૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસની રેડ દરમિયાન વાહન અને દારૂનો જથ્થો છોડીને નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના આર.પી. રાણા ચલાવી રહ્યા છ

બાઇક સ્લીપ

મૂળ નેપાળનો રહેવાસી અને હાલ રવાપર રોડ ઉપર રહેતા ધનસિંગ ચંદ્રસિંહ સોની જાતે નેપાળી મોરબીના જૂના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ત્યાં કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીમાં આવેલ હરિઓમ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશ બહાદુર ઝાલા (૨૫) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News