મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની જનકપુરી સોસાયટીમાં રહેતો યુવાન ત્રણ મહિનાથી ગુમ


SHARE







મોરબીની જનકપુરી સોસાયટીમાં રહેતો યુવાન ત્રણ મહિનાથી ગુમ

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતો યુવાન ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં તેના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુમસુધા ફરિયાદ લઈને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતો દશરથસિંહ દિલીપભાઈ મસાણી જાતે રજપૂત (૨૭) નામનો યુવાન ગત તા. ૨૦/૧૦/૨૩ ના બપોરના ૪:૪૫ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર ઘરે કોઈને કશું કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો નથી જેથી ગુમ થયેલા યુવાનના પિતા દિલીપભાઈ જેઠુભાઈ મસાણી જાતે રજપૂત (૫૫) રહે. જનકપુરી સોસાયટી વાળાએ તેનો દીકરો ગુમ થયો હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલ યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અને વધુ તપાસ આર.એન. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીમાં રહેતા હિરેન રમેશભાઈ રાવા (૧૩) નામનો બાળક મોરબીના માધાપરથી વાવડી રોડ ઉપર બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે શ્રીરામ પેટ્રોલ પંપ પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થતા અકસ્માતના બનાવમાં હિરેનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની  હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા
હળવદ તાલુકાના રાતાભેર ગામે ઘરે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઝાલાભાઇ હીરાભાઈ (૪૫) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે, આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે






Latest News