મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં આધારકાર્ડ કઢાવવા અને અપડેટ કરાવવામાં પડતી હાલાકી


SHARE







મોરબીમાં આધારકાર્ડ કઢાવવા અને અપડેટ કરાવવામાં પડતી હાલાકી

મોરબી,હાલના સમયમાં  બેંક એકાઉન્ટ ઓપન કરવા, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા, સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત કરવા માટે આધારકાર્ડ ખુબજ જરૂરી દસ્તાવેજ છે. નાના બાળકોને સ્કૂલમાં પ્રવેશ માટે આધારકાર્ડ અનિવાર્ય છે, નાના બાળકોને વેકસીનેશન માટે પણ આધારકાર્ડ જરૂરી છે.ઘણા બધા કિસ્સાઓમાં મોબાઈલ નંબર આધારકાર્ડ લિંક ન હોય, નાના બાળકોના આધારકાર્ડ અપડેટ કરવાના હોય તમામ બાબતો માટે આધારકાર્ડ સેન્ટર પર વહેલી સવારથી લોકોની લાઈનો લાગેલી હોય છે, લોકો ખુબજ હાલાકી ભોગવી રહ્યા છે, હાલ આંબાવાડી તાલુકા શાળામાં નાના બાળકો માટે કિટ ચાલી રહી છે, જેથી નાના બાળકોના આધારકાર્ડ નીકળી શકે, અપડેર થઈ શકે આધાર સેન્ટર પર લાંબી લાઈનો લાગે છે, કુમળાં બાળકોને કાંખમાં તેડીને બહેનો લાઈનમાં ઉભી હોય છે. સીટી મામલતદાર અને તાલુકા મામલતદાર કચેરીએ આધારકાર્ડની કીટ છે પણ ત્યાં કીટ ચાલતી નથી સર્વર ખુબજ ધીમું ચાલતું હોય છે,ઘણી લાઈટ ન હોય આધારકાર્ડની કામગીરી અટકી જાય છે.પરિણામે લોકો પોતાનું કામ,પોતાના ધંધો રોજગાર બંધ રાખીને આવેલા લોકોને ધરમનો ધક્કો થાય છે આમ મોરબીમાં આધારકાર્ડની કામગીરી ખુબજ ધીમી અને આયોજન વગરની ચાલી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામેલ છે.






Latest News