મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના એક જ પરિવારના ત્રણ લોકોના મુળી નજીક માર્ગ અકસ્માતમાં મોત


SHARE







મોરબી જિલ્લાના એક જ પરિવારના ત્રણ લોકોના મુળી નજીક માર્ગ અકસ્માતમાં મોત


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ લાકડધાર ગામના રહેવાસી એક જ પરિવારના ત્રણ લોકોના સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ટીકર ગામેથી સડલા જતા રસ્તે વાહન અકસ્માતના બનાવમાં નોત નિપજયા છે આગળ જતાં ડમ્પરની પાછળ અલ્ટો કાર અથડાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયેલા છે અને એક ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ટીકર ગામેથી સડલા ગામ જતા રોડ ઉપર આજે તા.૧૭-૧-૨૪ ના રાત્રીના ૧:૩૦ વાગ્યાના અરસામાં લાકડદા ગામ તા.વાંકાનેર જી.મોરબી બાજુથી મુળી તરફ આવી રહેલ અલ્ટો કાર નંહયબક GJ 36 B 3215 વાળી આગળ જતા ડમ્પર નંબર GJ 17 UU 8251 ના પાછળના ભાગે અથડાતા અલ્ટો કારમાં રહેલા ત્રણ લોકોના સ્થળ ઉપર મોત થયા હતા.અને એક સીરીયસ હોય તેને સારવાર માટે રાજકોટ રીફર કરેલ છે. તેમજ એક બાળક આશરે પાંચ-છ વર્ષનો હતો જેનો આબાદ બચાવ થયેલ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં કરમશીભાઇ ખોડાભાઇ ડાભી જાતે કોળી (ઉ.વ.આ.૫૫), પાંચુબેન કરમશીભાઇ ડાભી (ઉ.વ.આ.૫૧) અને મહેશભાઇ કરમશીભાઇ ડાભી (ઉ.વ.આ.૩૦) રહે.લાકડધાર તા.વાંકાનેર જી.મોરબી હોવાનું અને ઇજા પામનારનું નામ રોહિતભાઇ રમેશભાઇ દુમાદીયા (ઉ.વ.આ.૨૧) ને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ છે.બનાવની જાણ થતા સ્થાનીક પોલીસ અધિકારીઓ તુરત સ્થળ પર પહોંચી ગયેલ અને જરુરી મદદ-કાર્યવાહી કરેલ હતી. રોડ ઉપર વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ છે. અને આગળની પોલીસ કાર્યવાહી ચાલુ છે.


લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પંથકમાં ખનીજ ચોરી કરતા ભારે વાહનો બેફામ ગતિએ દોડતા હોય છે અને તેના ઉપર લગામ લગાવવામાં આવે તે જરૂરી છે.આ અકસ્માત બનાવમાં ત્રણ નિર્દોષોના મોત નિપજયા છે તેનું જવાબદાર કોણ..?






Latest News