મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા કાલથી મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ


SHARE







મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા કાલથી મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ

આગામી દિવસોમાં અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે તે અંતર્ગત મંદિર સફાઈ અભિયાન માટે વડાપ્રધાને આહવાન કયું છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય અને તેની ટિમ દ્વારા મંદિરોમાં સફાઈ ઝુંબેશ કાલથી હાથ ધરવામાં આવશે અને મોરબી તેમજ માળીયામાં ધાર્મિક જગ્યાઓએ ૫૦૦૦ જેટલી દિવાલ ઘડિયાળનું ધારાસભ્ય દ્વારા વિતરણ કરવામાં આવશે

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના જાગૃત, સક્રિય, ધર્મપ્રેમી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિસ્તારના તમામ મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ અન્વયે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. અને પ્રવાસ દરમિયાન તેઓ સ્વખર્ચે સફાઈ સાધનો અર્પણ કરશે તથા ૫૦૦ વર્ષના રામ મંદિરના સંઘર્ષ અન્વયે ૫,૦૦૦ જેટલી ઘડિયાળો તમામ મંદિરો અને ધર્મસ્થાનોમાં ભેટ કરશે આ અભિયાન કાલે તા ૧૮ થી શરૂ કરવામાં આવશે અને પહેલા દિવસે તેઓના વતન જેતપર(મ.) રામજી મંદિર, ખાખરેચી જડેશ્વર મહાદેવ મંદિર, મોટા દહિસર રામજી મંદિર, મહેન્દ્રનગર, હનુમાનજી મંદિર, ધર્મ મંગળ સોસાયટી, CNG પંપની સામે, રામજી મંદિર ભડિયાદ અને ત્રાજપર, નીલકંઠ મહાદેવ મંદિર ખાતે તેઓ જવાના છે અને સફાઈ સાધનો તેમજ ઘડિયાળ આપવામાં આવશે ત્યારે જિલ્લા અને તાલુકા ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષમાં વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનો તથા તમામ આગેવાનો સરપંચઓ તથા તમામ કાર્યકરો હાજર રહેવાના છે






Latest News