મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝઘડાનું સમાધાન કરવા બોલાવીને ત્રણને માર માર્યો, પાંચ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ઝઘડાનું સમાધાન કરવા બોલાવીને ત્રણને માર માર્યો, પાંચ સામે ગુનો નોંધાયો

મોરબી નજીકના લખધીરપુર રોડના ખૂણા પાસે આવેલ ચાની હોટલ નજીક અગાઉ બાઈક ચલાવવા બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડાનું સમાધાન કરવા માટે ત્રણ યુવાનોને બોલાવ્યા હતા અને ત્યારબાદ પાંચ શ્ખ્સોએ તેને છરી બતાવિને લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક ઇજાગ્રસ્તે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને લખધીરપુર રોડના ખૂણા પાસે વિશાલ ફર્નિચરની બાજુમાં દુકાન ધરાવતા કુનેશભાઇ સુરેશભાઈ ઝાપડા જાતે ભરવાડએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વસાભાઈ ડાભી, અમિતભાઈ વસાભાઇ ડાભી, રવિભાઈ વસાભાઈ ડાભી, પરબત ડાભી અને કુલદીપ ડાભી નામના પાંચ શખ્સોની સામે માર માર્યો હોવાનું ફરિયાદ કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે અગાઉ મોટર સાઇકલ ચલાવવા બાબતે ઝઘડો થયો હતો તે બાબતનું સમાધાન કરવા માટે બોલાવ્યા હતા જેથી કરીને કુનેશભાઈ સુરેશભાઈ ઝાપડા (૨૦),  સંજયભાઈ ભુપતભાઈ બાંભવા (૨૪) અને પૂર્વેશભાઈ સુરેશભાઈ ઝાપડા (૨૦) ત્યાં ગયા હતા ત્યારે આરોપીઓએ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે માર માર્યો હતો ત્યારે રવિ નામના શખ્સે કડુ માર્યું હતું અને અમિતે છરી બતાવીને ઢોર માર માર્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે

છરી લાગતા સારવારમાં

મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા મનાલીબેન અજયભાઈ ગોસાઈ નામની ૨૫ વર્ષીય મહિલાને છરી લાગી ગઈ હતી જેથી કરીને તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લઇ જવાતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબી તાલુકાના મકનસર ગામે થયેલ મારામારીના બનાવમાં જેસીંગભાઈ વિસાભાઈ પરમાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામે રહેતો રવિ હસમુખ વરમોરા નામનો ૨૩ વર્ષનો યુવાન બઇક લઈને જતો હતો ત્યારે તેના બાઇકની આડે કુતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં રવિ વરમોરાને ઇજાઓ થતાં મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતો સંજય ભુપતભાઈ જાણદરીયા નામનો એકવીસ વર્ષીય યુવાન માતાના મઢ દર્શન કરવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતાં રસ્તામાં કોઈ અજાણી ઓટો રીક્ષાની હડફેટે ચડી જતા ઇજાગ્રસ્ત થયેલા સંજયભાઈને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર વિસ્તારમાં રહેતો સાગર રાજેશભાઈ અગેચાણીયા નામનો ૨૧ વર્ષીય કોળી યુવાન વાહન લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપર લાલપર-જાંબુડીયા વચ્ચે તેના વાહનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા હાથ અને માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં સાગર અગેચાણીયાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.






Latest News