મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઝડપાયેલા નકલી ટોલનાકામાં કોણ કોણ હતું સામેલ હવે થશે ખૂલાશો: ત્રણ આરોપીના રીમાંડ મંજૂર


SHARE







મોરબી જીલ્લામાં ઝડપાયેલા નકલી ટોલનાકામાં કોણ કોણ હતું સામેલ હવે થશે ખૂલાશો: ત્રણ આરોપીના રીમાંડ મંજૂર

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની ફરિયાદ આધારે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા હતા અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી આરોપીઓ આટલા દિવસ દરમ્યાન ક્યાં રોકાયા હતા અને કેટલા સમયથી ટોલનાકા ચાલુ હતા તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે 

વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલવઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને ૬ શખ્સોની સામે વિશ્વાસઘાતછેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા આ ગુનામાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હતા અને હવે કેટલા દિવસથી બોગસ ટોલનાકા ચાલુ હતા ? કોણ કોણ તેમાં સામેલ હતું ? કોણ ઉઘરાણા કરવા માટે બેસતા હતા ?, ખરેખર કેટલા રૂપિયા લેવામાં આવતા હતા ? તે સહિતની બાબતો સામે આવે તેવી શક્યતા છે

યુવાનનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ગામ પાસે કેરાબિટ વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતા હુલનભાઈ દુખીભાઈ ઠાકોર (૩૧) નામના યુવાનનું કોઈ બીમારી સબબ મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં બનાવની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના માધાપર જાપા પાસે અંબિકા રોડ ઉપર રહેતા સંજય ગિરધરભાઈ (૨૭) નામના યુવાનને મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ઉંદરડી માતાજીના મંદિર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News