ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીના પરિવારજનોને માર મારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીના પરિવારજનોને માર મારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતા પરિવારની યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તે યુવતીના પરિવારજનો દુકાને આરોપીને ઠપકો દેવા માટે ગયા હતા ત્યારે આરોપીએ “થાય તે કરી લેજો” તેવું કહીને યુવતીની માતા સહિતનાઓને ગાળો આપી હતી અને ત્રણ શખ્સોએ ધોકા વડે ફરિયાદી સહિતનાઓને માર માર્યો હતો જે ગુનામાં મુખ્ય આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જેલમાં છે તેવામાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની યુવતી તેઓના ઘર પાસે આવેલ દુકાને માલ લેવા માટે ગઈ હતી ત્યારે ત્યારે તે યુવતી સાથે દુકાનદારે દુષ્કર્મ આચર્યુ હતું જેથી ભોગ બનેલ યુવતીની માતા, બહેન સહિતના તે શખ્સની દુકાને તેને ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે આરોપી ગોપાલ ભરવાડે “થાય તે કરી લેજો” એવું કહીને ફરિયાદી યુવતી તથા તેની સાથે ગયેલા લોકોને ગાળો આપી હતી અને ગોપાલ ભરવાડ તથા તેની સાથે રહેલા બે શખ્સો દ્વારા તેના હાથમાં રહેલ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવતીની બહેને મારામારીની ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણા રહે. વાવડી રોડ ભગવતી પરા તથા તેની સાથે રહેલા બે અજાણ્યા શખ્સોની સામે મારામારીની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પહેલા પોલીસે આરોપી ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણા જાતે ભરવાડ રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે હાલમાં આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે જેમાં રમેશભાઈ ભોજાભાઇ મકવાણા જાતે ભરવાડ (૩૧) રહે. નાગલપર અને કિશનભાઈ ભોજાભાઇ મકવાણા જાતે ભરવાડ (૨૦) રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની મારામારીના ગુનામાં ધરપકડ કરેલ હતી અને તે બંને આરોપીઓ જામીન મુક્ત થયા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

ઝેરી દવા પીધી
મોરબીના રફાળેશ્વર ગામે રહેતી મનિષાબેન અનિલભાઈ  ભીલ (૨૫) નામની મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે જોકે તેને કયા કારણોસર દવા પીધેલ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે






Latest News