મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એફ્પો સંસ્થાના કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ


SHARE







વાંકાનેરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એફ્પો સંસ્થાના કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

એફ્પો સંસ્થા બિસીઆઈ પ્રોજેકટ હેઠળ કાર્યરત સંસ્થાના મહિલા અને પુરુષ કાર્યકરો ક્રિકેટ મેચ યોજી ઝેન્ડર  ઈક્વાલીટીનું ઉતમ ઉદાહરણ પુરું પાડયું હતું અને વિજેતા ટીમને ટ્રોફી તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝના ખેલાડીનું  મેડલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું 

એફ્પો સંસ્થા BCI પ્રોજેક્ટ હેઠળ કાર્યરત  વાંકાનેર ઓફીસ, થાનગઢ ઓફીસ, ચોટીલા ઓફીસ, ટંકારા ઓફીસ લતીપર ઓફિસના કર્મચારીઓ અને પિયુ મેનેજરો વચ્ચે આત્મિયતા કેળવવાના હેતુથી તથા ફિટનેસ તથા સ્કિલ અને ઝેન્ડર ઈક્વાલીટી માટે વાંકાનેર ક્રિકેટ ગ્રાઉન્ડ પર  મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર નિતીન કુમાર બંસલની અધ્યક્ષતામાં પિયુ મેનેજર ચતુરભાઈ મકવાણા, ગુલાબભાઈ સિપાઈપ્રવિણભાઈ પટેલ, સોયબભાઈ પરાસરા, બાબુભાઇ વનાળીયા તથા પુરૂષ અને મહિલા કર્મચારીઓ વચ્ચે મેચ રમાઇ હતી. ઉલ્લેખનીય છે કે સંસ્થાનાં બધા કર્મચારી સાથે મળીને A B C D એમ ચાર ટીમ બનાવી હતી.  જેમાં બે-બે મેચના અંતે A અને B ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં B ટીમ વિજેતા ઘોષિત થઇ હતી જેના કેપ્ટન શૈલેષભાઈ ભોરણીયા હતા. અને કુલ પાંચ મેચ રમવામાં આવેલ હતા આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ અનિલભાઈ ધોરાલિયા બનેલ છે હાલ જ્યારે કર્મચારી ઓફીસ કામમા વ્યસ્ત હોવાથી તણાવ અને શારીરિક તકલીફો પણ અનુભવે છે ત્યારે આ રીતે કર્મચારી સાથે સમય પસાર કરી આંનદ માણ્યો સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે ઝેન્ડર  ઈક્વોલિટીને લઈ મહિલા કર્મચારીઓ પણ મેદાનમાં ઉતાર્યા હતા અને મેચ રમી એક ઉમદા ઉદાહરણ આપ્યું હતું






Latest News