મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE







મોરબીની રવિરાજ ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત

મોરબી નજીકની રવિરાજ ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈકના પાછળના ભાગે બેસીને જતા વૃદ્ધા બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે તેઓનું મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

આ વાહન અકસ્માતના બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તથા રાઇટર સાગરભાઇ મંઢ પાસેથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના વાટાવદર ગામના રહેવાસી કમળાબેન ગિરીશભાઈ ડાંગર જાતે આહિર (૬૦) નામના વૃદ્ધાનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજેલ છે વધુમાં મળી રહેલ માહિતી મુજબ તા ૨૩/૧૨ ના રાત્રિના ૮:૩૦ વાગ્યાના અરસામાં કમળાબેન ડાંગર બાઈકના પાછળના ભાગે બેસીને મોરબીની રવિરાજ ચોકડી પાસેથી જતા હતા ત્યારે અકસ્માતે બાઈકમાંથી પાછળના ભાગે નીચે પડી ગયા હતા જેથી માથા અને શરીરના ભાગે ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓનું તા ૩૦/૧૨ ના સાંજના સમયે મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બાળક સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતો અમિત ધર્મેશભાઈ ભૂરીયા (૨) નામનો બાળક રેલવે સ્ટેશન સામે રમતા રમતા ટર્પેન્ટાઈન પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ફિનાઇલ ની ગોળીઓ પીધી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાજીદ દોસ્તમામદ જામ (૨૮) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલની ગોળીઓ પી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે

ઇજાગ્રસ્ત સારવારમાં

હળવદ તાલુકાના અમરાપર ગામે રહેતા અનિલભાઈ મુકેશભાઈ ટીકરીયા (૧૮) નામના યુવાનને ગામમાં વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત શરૂ કરી છે






Latest News