મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નંબર ૧૩ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ


SHARE







મોરબીના વોર્ડ નંબર ૧૩ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ

મોરબી પાલીકાના પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ નંબર ૧૩ ના રહેવાસી જશવંતીબેન પી.સોનગ્રા દ્વારા કલેકટરને પત્ર લખીને તેઓના વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વધુમાં તેઓએ જણાવેલ કે ધણા સમય પહેલા અહીંયા કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપેલ ત્યારબાદ અહીંયા આજદીન સુધી નવી દુકાન ખોલવામાં આવેલ નથી જેથી રાશનકાર્ડ ધારકાને વજેપર તથા કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને લેવા જવુ પડે છે.જેથી મોંઘાદાટ રીક્ષા ભાડા ખર્ચવા પડે છે.આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પ્રજા રહે છે.જેને આવા રીક્ષા ભાડા પોસાય નહીં છતા ખર્ચ કરીને લેવા જવુ પડે છે.આ વિસ્તારમાં આશરે છ હજાર જેટલી વસ્તી છે. અગાઉ જે દુકાનદાર પાસે આશરે સાતસો જેટલા કાર્ડ હતા તે અન્ય દુકાનદારને તબદીલ કરી નાંખેલ છે.જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ગરીબ માણસો સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીંયા નિયમોનુસાર જાહેરનામુ બહારપાડી નવી દુકાન ચાલુ કરવામાં આવે તેવી લોકો વતી માંગ છે.વધુમાં કબીર ટેકરી તથા વાઘપરાના વિસ્તારની આશરે નવ હજાર જેટલી વસ્તી થાય છે.આ બાબતે અગાઉ તા.૨૧-૭-૨૨ ના રોજ રજુઆત કરેલ તેનો અમલ પણ આજદિન સુધી થયેલ નથી.તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News