મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

ચડ્ડીબનિયા ગેંગે આપ્યો ઘટનાને અંજામ: મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળમાં કરી ૮૫,૦૦૦ ની ચોરી


SHARE







ચડ્ડીબનિયા ગેંગે આપ્યો ઘટનાને અંજામ: મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળમાં કરી ૮૫,૦૦૦ ની ચોરી

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી પોલીસે ગઇકાલે ટવેરા ગાડી સાથે એમપીની ચડ્ડીબનિયા ધારી ગેંગના ત્રણ સાગરીતોને દબોચી લીધા હતા અને તેની પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે તેવામાં આ ગેંગ દ્વારા મોરબી તાલુકાનાં ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુળને નિશાન બનાવવામાં આવ્યું હોવાની કબૂલાત પકડાયેલા ત્રણ શખ્સોએ આપેલ છે જેથી કરીને આઠ દિવસ પહેલા સ્વામી નારાયણ ગુરુકુળમાંથી રોકડા રૂપિયા ૮૫ હજારની ચોરી કરવામાં આવી હતી જેની હાલમાં ફરિયાદ લેવામાં આવેલ છે અને આ ગુનામાં આરોપીની ધરપકડ કરવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે અને આ ગેંગના ચાર શખ્સો અગાઉ નાશી ગયેલ છે તેને પકડવા માટે પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટેલ નજીક સાઈ કાંટા પાસે ઉભેલ સેવરોલેટ કંપનીની ટવેરા કાર નંબર જીજે ૧૮ બીએચ ૪૪૭૪ ને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી બે નાના મોટા ડિસમિસલોખંડનો ગણેશિયોમાથા ઉપર પહેરવાની ટોર્ચ બત્તી વગેરે જેવા સાધનો અને હથિયાર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૧.૧૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને બેઠેલા શખ્સોમાંથી કૈલાશભાઈ પારસિંગ ભુરીયા જાતે આદિવાસી (૩૧)પિયારસિંગ ઉર્ફે ભગત રણજિત વસુનીયા જાતે આદિવાસી (૪૫) અને જયદીપ રણુભાઈ બામણીયા જાતે આદિવાસી (૨૪) રહે. ત્રણેય મધ્ય પ્રદેશ વાળાની ધરપકડ કરેલ હતી અને જો કે, પોલીસને ચકમો આપીને વિજય રૂપસિંગ ભુરીયા, મુકેશ દલસિંગ અમલીયાર, પપ્પુ બુલુર આદિવાસી અને ભાયા નકતા આદિવાસી નાશી ગયેલ છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

દરમ્યાન હાલમાં એમપીની ચડ્ડીબનિયા ધારી ગેંગના જે ત્રણ સાગરીતોને પકડવામાં આવેલ છે તેની પ્રાથમિક પૂછપરછમાં તેને મોરબી નજીકના ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુળને નિશાન બનાવીને ત્યાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી હાલમાં મુળ વેજલપરના રહેવાસી અને હાલમાં મોરબીના અક્ષરધામપાર્કમાં રહેતા અને સેવાપૂજા કરતાં ઇશ્વરભાઇ કરશનભાઇ કૈલા જાતે પટેલ (૬૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નજીક આવેલ સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ ગુરૂકુળમાં અજાણ્યા છ ચોર ઇસમો ગત તા ૨૫/૧૨ ના રોજ સ્કુલ બિલ્ડીમાં રાત્રીના સમયે આવ્યા હતા જે સી.સી.ટી.વી. માં પણ દેખાઈ છે અને સ્કુલ બિલ્ડીંગની મેનેજમેન્ટની ઓફીસની બારી તોડી ત્યાં ગુરૂકુળના વિદ્યાર્થીઓની સ્કુલ ફી પેટેના રોકડ ૮૫,૦૦૦ રાખેલ હતા જે રકમની ચોરી કરેલ છે જેથી કરીને હાલમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતા અજાણ્યા શખ્સોની સામે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને હવે આ ગુનામાં એમપીની ચડ્ડીબનિયા ધારી ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરવામાં આવશે અને તેના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News