મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરના તીથવા ગામે યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

વાંકાનેરના તીથવા ગામે વાડીએ આવેલા મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડોશમાં વાડી ધરાવતા વ્યક્તિને જમવા માટે થઈને ન કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં યુવાનના પિતાએ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રમેશભાઈ ખીમજીભાઇ મેસરિયા (૫૫)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગોવિંદભાઈ કાનાભાઇ અઘરા અને તેના દીકરા ભરત ગોવિંદભાઈ અઘરા રહે. બંને તીથવા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરા રોનકભાઈ રમેશભાઈ મેસરિયા (૨૧) ઉપર ગોવિંદભાઈ અઘારા અને તેના દીકરા ભરતભાઈ અઘારા દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી તેને ઇજા કરવામાં આવી હોવાથી રોનકભાઈને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ હાલમાં જે ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીની વાડીએ ભોગ બનેલા યુવાન દ્વારા માતાજીના મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પ્રસાદ લેવા માટે થઈને ગોવિંદભાઈ અઘરા તથા તેના દીકરા ભરતને કહ્યું ન હતું જે બાબતનો ખાર રાખીને તેણે રોનકને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેને ફોન ઉપર અપશબ્દો કહીને વાડીએ આવ્યા હતા અને ત્યાં પાઇપ વડે હુમલો કર્યો હતો જેથી પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News