મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર સિટીમાં દારૂની ૩ રેડ: ૮ બોટલ દારૂ સાથે ૩ ની ધરપકડ


SHARE







મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર સિટીમાં દારૂની ૩ રેડ: ૮ બોટલ દારૂ સાથે ૩ ની ધરપકડ

મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર સિટીમાં દારૂની નાની મોટી કુલ મળીને આઠ બોટલોની સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં હસનપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૪૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી રવિભાઈ પ્રદીપભાઈ ભટ્ટ જાતે બ્રાહ્મણ (૩૨) રહે શક્તિપરા (હસનપર) તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબીની પીપળીયા ચોકડી પાસે હોટલ નજીક રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે તેને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી રામકુમાર રામસુરત કૌશિક જાતે કુશવાહા (૪૨) રહે. લૂંટાવદર ગામ પ્રતાપભાઈના મકાનમાં મૂળ યુપી વાળાની ધરપકડ કરી છે અને તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર ગર્લ્સ હાઇસ્કુલ સામે રસ્તા ઉપરથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવતા પોલીસે ૧૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સંજયભાઈ ચમનભાઈ સોલંકી (૨૫) રહે. બૌદ્ધ નગર શેરી નંબર-૧ મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News