જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના નકલી ટોલનાકા કાંડમાં બે આરોપીની ભાવનગરથી ધરપકડ: મુખ્ય આરોપીની શોધખોળ


SHARE











મોરબી જીલ્લાના નકલી ટોલનાકા કાંડમાં બે આરોપીની ભાવનગરથી ધરપકડ: મુખ્ય આરોપીની શોધખોળ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે આવેલ ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી અને કલેક્ટર દ્વારા તપાસ માટેનો આદેશ પણ કરવામાં આવ્યો હતો જો કે, આજ સાંજ સુધીમાં વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને તપાસનો રિપોર્ટ આપવામાં આવે તેવી શક્યતા છે તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે આ ગુનામાં બે આરોપીની ભાવનગર જિલ્લામાંથી ધરપકડ કરેલ છે અને મુખ્ય આરોપી સહિતના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે કેન્દ્ર સરકાર સંચાલિત ટોલ પ્લાઝા આવેલ છે અને તેનું સંચાલન હાલમાં સેફ વે નામની કંપનીને સોંપવામાં આવ્યું છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા ત્યાં પણ રૂપિયા લેવામાં આવતા હતા જેના સમાચાર આવ્યા બાદ ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલવઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાતછેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી

તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે એલસીબીની એક ટીમને ભાવનગર રવાના કરવામાં આવી હતી અને હાલમાં આ ચકચારી કેસમાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને એલસીબીની ટીમે હસ્તગત કરેલ છે અને આ બંને આરોપીને વાંકાનેર સિટી પોલીસને સોંપવા આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે, આ ટોલનાકા કાંડમાં આરોપી અમરીશભાઈ જેરામભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેરના પ્રાંત અધિકારી એ.એચ. સેરસિયાએ મામલતદારટીડીઓપીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી આમ કુલ મળીને ચાર અધિકારીઓની એક કમિટી બનાવી હતી જેનો તપાસ રિપોર્ટ આવી ગયેલ છે તેના આધારે આજે સાંજ સુધીમાં વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવે તેવી પૂરેપુરી શક્યતા છે






Latest News