મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિમેદારને વિમાની પૂરી રકમ વ્યાજ-ખર્ચ સહિત ૭૭,૦૦૦ ચુકવવા આદેશ


SHARE







મોરબીમાં વિમેદારને વિમાની પૂરી રકમ વ્યાજ-ખર્ચ સહિત ૭૭,૦૦૦ ચુકવવા આદેશ

મોરબીમાં રહેતા વ્યક્તિએ કેર હેલ્થ ઇન્સ્યુરન્સમાંથી મેડીકલ વીમો લીધેલ હતો જો કે વીમા કંપનીએ પૂરી રકમ આપી ન હતી જેથી કરીને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરીને રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેઇસ દાખલ કરેલ હતો જેમાં વ્યાજ અને ખર્ચ સહિત કુલ ૭૭,૦૦૦ રૂપિયા ચુકવવા માટે આદેશ કરેલ છે

મોરબીના વતની કાજલબેન યોગેશભાઈ મેરજાના પતિ યોગેશભાઈ છગનભાઈ મેરજાએ કેર હેલ્થ ઇન્સ્યુરન્સમાંથી મેડીકલ વીમો લીધેલ હતો અને તેમના પતિને કેન્સર હોય બે લાખની પોલીસી હોય વીમા કંપનીએ રકમ પુરી આપેલ નહીં તેની મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાને રજુઆત કરી હતી જેથી કરીને ગ્રાહક સુરક્ષા મંડળે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેઇસ દાખલ કરેલ હતો અને આ કેઇસ ચાલી જતાં કોર્ટે કાજલબેનને ૭૦,૦૦૦ રૂપિયા સાત ટકાના વ્યાજ સહીત તેમજ ૫,૦૦૦ માનસીક ત્રાસના અને ૨,૦૦૦ અન્ય ખર્ચના આમ કુલ મળીને ૭૭,૦૦૦ પુરા તા.૧૭-૧૦-૨૨ થી ચુકવવાનો હુકમ કરેલ છે. દરેક ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઇએ ગ્રાહકની સુરક્ષા માટે ગ્રાહક અદાલત છે કોઇપણ વ્યકિતને અન્યાય થાય તો મોરબી જીલ્લામાં લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઇ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮)નો સંપર્ક કરી શકે છે 






Latest News