મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બે જુદાજુદા સ્થળોએ ફીનાઇલ અને ઝેરી દવા પી ગયેલા બે યુવાનોને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીમાં બે જુદાજુદા સ્થળોએ ફીનાઇલ અને ઝેરી દવા પી ગયેલા બે યુવાનોને સારવારમાં ખસેડાયા

મોરબીના બે જુદાજુદા વિસ્તારોમાં રહેતા યુવાનો ફિનાઈલ તેમજ ઝેરી દવા પી ગયા હોય હાલ બંનેને સારવારમાં ખસેડાયા છે અને બનાવના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે વૃદ્ધાશ્રમની નજીક જુની કુબેર ટોકીઝની પાછળના વિસ્તારમાં રહેતા રાજેશભાઈ નાનજીભાઈ સોલંકી (ઉમર ૩૧) નામના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝનમાં જાણ કરાયેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા બનાવના કારણ અંગે તપાસ ચલાવી રહ્યા છે. તે રીતે જ મોરબી તાલિકાના નવા સાદુળકા ગામે રહેતો અમિત કૈલાશભાઈ ઝિંઝુવાડીયા નામનો ૧૮ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા પી ગયો હતો જેથી હાલ તેને અત્રની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે અને કયા કારણોસર અમિત ઝીંઝુવાડીયાએ ઉપરોક્ત પગલું ભર્યું..? તે દિશામાં હવે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

માતા-પુત્ર સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બાગબાન ફાર્મ નજીકથી એકટીવામાં જઈ રહેલ માતા-પુત્રને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા બંનેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે રહેતા અન્નપૂર્ણાબેન પારસભાઈ ઓખરીયા (ઉંમર 31) અને સમર્થ પારસભાઈ ઓખરીયા (ઉંમર 4) એકટીવામાં જતા હતા તે સમયે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા બાગબાન ફાર્મ પાસે વાહન અકસ્માતનો બનાવો બન્યો હતો જેમાં એકટીવા સ્લીપ થઈ જતા ઈજા થઈ હતી જેથી બંનેને સારવારમાં ખસેડાયા હતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ. બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

બીમારી સબબ મોત

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ નીલકંઠ પોલી સીરામીક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતા શંકરલાલ સેતાલાલ લુહાર (ઉમર ૩૨) નામના યુવાનને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા અને પોલીસના જણાવ્યા પ્રમાણે બીમારી સબબ તેઓનું મોત નીપજેલ છે.તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News