મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે અજુગતુ પગલુ ભરી જતા યુવતીનું મોત


SHARE











મોરબીના શનાળા ગામે અજુગતુ પગલુ ભરી લેતા યુવતીનું મોત

મોરબીના શનાળા ગામે રહેતા પરિવારની ૨૬ વર્ષીય યુવતી તેઓના ઘરે અકળ કારણોસર ગળેફાંસો ખાઈ ગઈ હતી જેથી તેણીને સારવાર માટે લઈ જવામાં આવી હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજત્તા હાલ બનાવ કયા કારણોસર બન્યો..? તે બાબતે એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા ગામે રહેતા પરિવારના લતાબેન રતિલાલ ચનાભાઇ પરમાર જાતે તુરી બારોટ નામની ૨૬ વર્ષીય યુવતી તેના ઘરે કોઇ કારણોસર ગળેટુપો ખાઈ ગયા હતા જેથી તેઓને સારવાર માટે અહિંની સિનિલે લાવવામાં આવ્યા હતા જો કે ત્યાં ટૂંકી સારવાર દરમિયાન લતાબેન પરમાર નામની યુવતીનું મોત થયુ હતું અને હોસ્પિટલ ખાતેથી આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરવામાં આવી હતી અને હાલ એડી દાખલ કરીને કયા કારણોસર લતાબેનને અંતિમ પગલું ભર્યું..? તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ભડીયાદ ગામે મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ ગામે રામદેવપીરના ઢોળા પાસે રહેતા પરિવારમાં મારામારીનો બનાવ બન્યો હતો અને રાત્રિ દરમિયાન બનેલા મારામારીના બનાવમાં ઈજા પામેલ ભારતીબેન પરિનભાઈ સાંતોલા (૩૫), નવઘણ ધનજીભાઇ સાંતોલા (૧૭) અને પરીનભાઈ સુખાભાઈ સાંતોલા (૩૫) રહે.બધા રામદેવપીરના ઢોળા પાસે ભડીયાદ સામાકાંઠે મોરબી-૨ વાળાઓને ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના વાંકડા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો નૂરસંગભાઈ નગરીયાભાઈ મોહનીયા (ઉમર ૫૫) નામનો આધેડ કોઈ અગમ્ય કારણોસર વાડી વિસ્તારમાં ઝેરી દવા પી ગયો હતો જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હાલ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News