મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

રાસાયણિક ખેતીથી રોગ અને પ્રાકૃતિક સંસાધનોને દૂષિત કરતાં ગ્લોબલ વોર્મિંગની અસર વધી: આચાર્ય દેવવ્રતજી


SHARE











રાસાયણિક ખેતીથી રોગ અને પ્રાકૃતિસંસાધનોને દૂષિત કરતાં ગ્લોબલ વોર્મિંગની અસર વધી: આચાર્ય દેવવ્રતજી

મોરબીના આંગણે યોજાયેલ ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞ અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાજર રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે વેદ એ વિશ્વની આત્મા છે જેથી તેના તરફ પાછા વળવું અનિવાર્ય છે અને છેલ્લા વર્ષોમાં પ્રકૃતિના સંસાધનોને દૂષિત કરી નાખ્યા છે જેથી કરીને ગ્લોબલ વોર્મિંગની અસરો દિવસેને દિવસે વધી રહી છે આટલું જ નહીં રાસાયણિક ખેતીના લીધે લોકો રોગનો ભોગ બની રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી અને વૈદ તરફ પાછા વળવાનો સમય આવી ગયો છે

આગામી ફેબ્રુઆરી મહિનામાં મોરબી નજીકના ટંકારા તાલુકામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતીની ભવ્યથી ભવ્ય ઉજવણી થવાની છે જેમાં રાજ્યના રાજ્યપાલ ઉપરાંત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે ત્યારે ટંકારાના આંગણે યોજનાના કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યામાં મોરબીમાંથી પણ લોકો જોડાય તેવી ભાવના સાથે મોરબીના આંગણે તા. ૨૩ ના રોજ ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં ધર્મ સભા યોજાઇ હતી તેમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ તકે પશ્ચિમ ક્ષેત્રના સરસંચાલક ડૉ.જયંતીભાઈ ભાડેસીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા તેમજ માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, બોટાદના સ્વામી આત્માનંદજી, આર્ય નરેશજી, સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના આગેવાનો અને સંતો મહંતો હાજર રહ્યા હતા અને સંતોએ પ્રસંગોચિત પ્રવચન પણ કર્યું હતું

ત્યાર બાદ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વર્ષો પહેલા કુરિવાજોના નિરાકરણ માટે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું કામ કર્યું હતું તેની સાથોસાથ સ્વદેશી ભાષા, સ્વદેશી ખાનપાન અને સ્વદેશી પહેરવેશને પણ પ્રાધાન્ય આપ્યું હતું આટલું જ નહીં તેમને બતાવેલા પંથ ઉપર ચાલીને હજારોની સંખ્યામાં વિદ્વાન પ્રવક્તાઓ આર્ય સમાજે દેશને આપ્યા છે જેના થકી અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે જોકે છેલ્લા વર્ષોમાં પ્રાકૃતિક સંસાધનો એટ્લે કે, હવા, પાણી વિગેરેને દૂષિત કરી નાખવામાં આવ્યા હોવાથી ગ્લોબિંગ વોર્મિંગની અસર દિવસે દિવસે વધી રહી છે તેમજ ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો હોવાથી રાસાયણિક ખેતીના લીધે લોકો કેન્સર, ડાયાબિટીસ વગેરે જેવી અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે ત્યારે બીમારીઓથી બચવા અને વિરોગી રહેવા માટે થઈને લોકોએ પ્રાકૃતિક ખેતી અને વૈદિક પરંપરાને અનુસરવી પડશે તેવી લાગણી રાજ્યપાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને અંતમાં તેઓએ ટંકારા ખાતે જે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજવાનો છે તેમાં મોરબીના વધુમાં વધુ લોકો જોડાઈ અને મોરબીના આંગણે જે ભવ્યથી ભવ્ય આર્ય સમાજ ભવન બનાવવા માટેનો સંકલ્પ કરવામાં આવેલ છે તેનું કામ આગામી એક જ વર્ષમાં પૂર્ણ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી 






Latest News