મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક-ગાત્રાળ સ્કૂલ અને સજનપરની સરકારી શાળામાં ગીતા જ્યંતિ ઉજવાઇ


SHARE







મોરબીમાં સાર્થક-ગાત્રાળ સ્કૂલ અને સજનપરની સરકારી શાળામાં ગીતા જ્યંતિ ઉજવાઇ

મોરબીના આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સવારે અને બપોરે ગીતાના અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ ગીતા આરતી, પૂજન, ગીતા ધ્યાન, ગીતા પઠન અને મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું આ તકે શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતિભાઈ ભાડેશિયા તેમજ શાળા પ્રિન્સિપાલ સહિતના જોડાયા હતા આ તકે ઓછામાં ઓછા ત્રણ અધ્યાય બોલનારને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આવી જ રીતે ઇન્ડીયન લાયોનેસ કલબ મોરબી દ્વારા ગીતાજયંતી નિમિત્તે ગાત્રાળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ભારતીબેન વારોતરીયા દ્વારા ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું અને બધા વિદ્યાર્થીઓને ભગવત ગીતાની પોકેટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રોજેક્ટમાં સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા મેમ્બર દયાબેન અઘારા અને કવિતાબેન ભાલારાએ હાજરી આપી હતી આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ગાત્રાળ વિદ્યાલયના આચાર્ય ભારતીબેન વારોતરીયા અને તેમના સ્ટાફનો આભાર માન્યો હતો. તો ટંકારાના સજનપર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં "ગીતા જ્યંતિ" ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી આ તકે ડી.એમ. મસોત દ્વારા પોતાની આગવી શૈલીમાં ગીતાનું મહત્વ બાળકોને સમજાવ્યું હતું તેમજ બાળકોને પોતાના જીવન ઘડતરમા ઉપયોગી થાય એવી પણ ખૂબ  જ સચોટ માહિતી આપી હતી તેમજ લજાઈ ગામના શ્રી ગૌ સેવક પરિવાર ત્થા સંજયભાઈ જે. મસોત દ્વારા ધો. ૭ અને ૮ ના બાળકોને ગીતાજી ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર સ્ટાફને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ હતા.






Latest News