મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા-ઉપપ્રમુખ પ્રકાશ વ્યાસ


SHARE











મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા-ઉપપ્રમુખ પ્રકાશ વ્યાસ

ગુજરાતમાં એક જ દિવસે બાર એસો.ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં બાર એસો.ની ચુંટણીમાં હોદેદારોને ચૂંટી કાઢવા માટે મતદારો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું અને આ ચૂંટણીમાં પ્રમુખ પદે દિલીપભાઈ અગેચણિયા અને ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ વ્યાસનો વિજય થયેલ છે

મોરબી બાર એસો.ના હોદેદારોની મુદત પૂરી થતાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને શુક્રવારે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને સાંજે પરિણામ જાહેર કરવામાં આવેલ છે તેમાં મોરબી બાર. એસો. ના પ્રમુખ પદ માટે ચાર ઉમેદવાર હતા જેમાં દિલીપભાઈ અગેચણિયાને ૨૧૨, જીતુભા જાડેજાને ૧૭૧, પ્રાણલાલ માનસેતાને ૫૯ અને દેવજીભાઈ પરમારને ૧૪ મત મળેલ છે જેથી આ ચુંટણીમાં ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ પદે દિલીપભાઈ અગેચણિયાને વિજેતા જાહેર કરવામાં આવેલ છે જ્યારે ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે ઉદયસિંહ જડેજા અને સેક્રેટરી પદે વિજયભાઈ શેરસિયા તેમજ કોરોબારી સભ્યો તરીકે કરમશીભાઈ પરમાર, સાગરભાઈ પટેલ અને બ્રિજરાજસિંહ ઝાલાનો વિજય થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, આજે બાર એસો.ની ચૂંટણી માટે જે મતદાન કરવામાં આવ્યું છે અને વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં સૌથી વધુ ૨૫૦ મત સેક્રેટરી પદે વિજેતા બનેલા વિજયભાઈ શેરસિયાને મળેલ છે






Latest News