મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદમાં દિવ્યા પાર્ક-જોશીફળીમાં દારૂની બે રેડમાં ૨૮ બોટલ દારૂ-૨૧ બીયરના ટીન કબ્જે: એક આરોપી પકડાયો, બેની શોધખોળ


SHARE







હળવદમાં દિવ્યા પાર્ક-જોશીફળીમાં દારૂની બે રેડમાં ૨૮ બોટલ દારૂ-૨૧ બીયરના ટીન કબ્જે: એક આરોપી પકડાયો, બેની શોધખોળ

હળવદ શહેરમાં આવેલ દિવ્યા પાર્ક તેમજ લક્ષ્મીનારાયણ ચોક પાસે આવેલ જોશીફળીમાં પોલીસે દારૂની જુદી જુદી બે રેડ કરી હતી ત્યારે દિવ્યા પાર્કમાં રહેણાક મકાનમાંથી દારૂની ૨૪ બોટલો મળી આવી હતી જોકે બુટલેગર મળેલ નથી અને જોશી ફળીમાં ખાંઢેર મકાનમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે, એકની શોધખોળ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાં આવેલ દિવ્યા પાર્ક-૧ માં રહેતા વિનોદભાઈ કરસનભાઈ ચૌહાણ જાતે અનુ. જાતિના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૪ બોટલો મળી આવતા પોલીસે ૮૪૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે આરોપી વિનોદભાઈ કરસનભાઈ ચૌહાણ ઘરે હાજર ન હોવાથી તેની સામે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આવી જ રીતે હળવદના લક્ષ્મીનારાયણ ચોક પાસે જોષી ફળીમાં રહેતા ધવલ નરેન્દ્રભાઈ શુકલ જાતે બ્રાહ્મણ (૪૨) ના ખંઢેર મકાનમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર બોટલ દારૂ તથા બિયરના ૨૧ ટીન મળી આવતા પોલીસે કુલ મળીને ૩૩૦૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ધવલ નરેન્દ્રભાઈ શુકલ (૪૨) ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી પંકજ ચમનભાઈ ગોઠી રહે. કણબીપરા હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પણ પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News