ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર સીટી-ટંકારા તાલુકા પોલીસે દારૂની બે રેડમાં ૨૦ બોટલ દારૂ સાથે બે આરોપીને પકડ્યા


SHARE











વાંકાનેર સીટી-ટંકારા તાલુકા પોલીસે દારૂની બે રેડમાં ૨૦ બોટલ દારૂ સાથે બે આરોપીને પકડ્યા

વાંકાનેર સીટી નજીક રાજા વડલા નાકા પાસેથી પસાર થતા બાઈક ચાલકને રોકીને પોલીસે ચેક કરીને તેની પાસેથી દારૂની દસ બોટલો કબજે કરી હતી તેવી જ રીતે ટંકારા તાલુકાના ઘુનડા ગામે મકાનની બાજુમાં આવેલ વાડામાંથી દારૂની ૧૦ બોટલો કબજે કરી હતી આમ ટંકારા અને વાંકાનેર તાલુકામાં જુદી જુદી બે રેડમાં પોલીસે દારૂની કુલ મળીને ૨૦ બોટલો સાથે બે શખ્સની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર નજીક આવેલ રાજા વડલા નાકા પાસે પચ્ચીસ વારિયા નજીકથી પસાર થઈ રહેલ બાઈક ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે બાઈક ઉપર જઈ રહેલા શખ્સ પાસે રહેલ થેલામાંથી દારૂની ૧૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ ૪૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૪૯ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સાગરભાઇ હસમુખભાઈ કમેજડિયા જાતે કોળી (૨૦) રહે. મંડાસર તાલુકો થાન જીલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના ઘૂનડા ગામે રહેતા ચતુરભાઈ પંચાસરાના મકાનની બાજુમાં વાડામાં દારૂનો જથ્થો હોવા અંગેની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ચતુરભાઈ પ્રવીણભાઈ પંચાસરાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ વાડામાંથી દારૂની ૧૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચતુરભાઈ પ્રવીણભાઈ પંચાસરા જાતે કોળી (૨૭) રહે. ઘુનડા તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News