મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં આવશે નવું ૬૦૦૦ કરોડના રોકાણ: વૈશ્વિક માર્કેટને સર કરવા ઉદ્યોગકારો તૈયાર


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં આવશે નવું ૬૦૦૦ કરોડના રોકાણ: વૈશ્વિક માર્કેટને સર કરવા ઉદ્યોગકારો તૈયાર

મોરબીની આસપાસના વિસ્તારની અંદર સિરામિક ઉદ્યોગ આવેલ છે અને નવી ટેકનૉલોજિને આ ઉદ્યોગમાં તુર્તજ સ્વીકારવામાં આવી રહી છે જેથી ઝડપથી મોરબીમાં સિરામિક ઉદ્યોગનો વિકાસ થયો છે જોકે સમગ્ર વિશ્વની અંદર કોરોના મહામારીના કારણે લોકો હેરાન છે ત્યારે ચાઇનને હંફાવવા માટે મોરબી તૈયાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, ૬૦૦૦ કરોડના રોકાણ સાથે ટાઇલ્સના નવા ૩૫ થી વધુ યુનિટ તૈયાર થઈ ગયા છે અને આગામી દિવસોમાં તેમાં પ્રોડકશન શરૂ કરવામાં આવશે જેથી મોરબીના એક્સ્પોર્ટ માર્કેટમાં વધારો થશે

હાલમાં દેશ વિદેશના સિરામિકના તમામ ગ્રાહકો મોરબીના સિરામિક ઉદ્યોગ તરફ વળી રહ્યા છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગનું ભવિષ્ય આગામી દિવસોમાં ખુબ જ ઉજળું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને એટલા જ માટે નવા ઉદ્યોગકારો પોતાનું રોકાણ મોરબીના સિરામિક ઉધ્યોગમાં વધારી રહ્યા છે અને મોરબી આસપાસના વિસ્તારમાં લગભગ ૩૫ થી વધુ નવા મોટા સિરામિક યુનિટો કાર્યરત થવા જઈ રહ્યા છે જેથી સિરામિકનું ઉત્પાદન તો વધશે જ તેની સાથોસાથ સરકારની આવકમાં પણ વધારો થશે તે નિશ્ચિત છે મોરબીના સિરામિક ઉદ્યોગની ગાડી હાલમાં ટોપ ગિયરમા ચાલી રહી છે આ વાતને સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબીની સિરામિક પ્રોડક્ટની માંગ આજની તારીખે દેશ અને વિદેશમાં દિવસેને દિવસે વધી રહી છે

મોરબીની આજુબાજુમાં ૮૦૦ કરતાં વધુ સિરામિક નાનામોટા કારખાના કાર્યરત છે અને સિરામિક ઉધ્યોગની સાથોસાથ કેટલાક અન્ય નાના મોટા કારખાનાઓ પણ મોરબીની આસપાસમાં ધમધમતા થયા છે જેથી સિરામિક ઉદ્યોગ થકી લાખો લોકોને રોજગારી મળે છે તેવામાં આગામી દિવસોમાં વધુ ૩૫ જેટલા નવા કારખાના કાર્યરત કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે અને આ એક એક કારખાનામાં દૈનિક ૨૦ હજારથી લઈને ૪૦ હજાર જેટલા ટાઇલ્સના બોક્સનું ઉત્પાદન કરવામાં આવશે તેવું મોરબી સિરામિક વિટ્રીફાઇડના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ જણાવ્યુ છે કેમ કે આ મોટા કારખાના અતિ આધુનિક ટેક્નોલૉજી સાથે આવી રહ્યા છે જેથી લોકોની રોજગારી વધશે તેમજ સરકારને ટેક્સની આવકમાં પણ વધારો થશે તેમાં શ્નકાને કોઈ સ્થાન નથી હાલમાં જે કારખાના આવી રહ્યા છે તેમાં કુલ મળીને ૬૦૦૦ કરોડથી વધુનું નવું રોકાણ મોરબીની આસપાસમાં આવી રહ્યું છે જેથી મોરબીની આસપાસમાં આગામી દિવસોમાં સિરામિક પ્રોડકટનું ઉત્પાદન વધાશે અને તેની સાથે એક્સપોર્ટ પણ વધશે

સિરામિક ઉદ્યોગમાં હાલમાં થોડી મુશ્કેલી છે જો કે, વિદેશમાં માંગ સતત વધી રહી છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગનું ભવિષ્ય આગામી દિવસોમાં ખૂબ જ ઉજળું છે અને હાલમાં એક્સપોર્ટની માગમાં સતત વધારો થઈ રહ્યો છે આટલું જ નહીં વિશ્વની અંદર સિરામિક ટાઈલ્સમાં જે કોઈ નવી ટેકનોલોજી આવે છે તેનો સૌ પ્રથમ તાત્કાલિક અમલ મોરબીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવે છે એટલે કે નવી લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મોરબીમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હોય ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે અને સારી ગુણવત્તાના લીધે હાલમાં દેશ અને વિદેશના ગ્રાહકો હવે મોરબીમાં સિરામિક લેવા માટે આવી રહ્યા છે ત્યારે જો નેચરલ ગેસના ભાવ કે જે હાલમાં વધુ છે તેમાં સરકાર તરફથી થોડી રાહત આપવામાં આવે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબીના ઉદ્યોગકારો ચાઇનાની કમર તોડી નાખવા માટે તૈયાર છે






Latest News