મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ શાળા નંબર-૪ ખાતે પીજીવીસીએલના સહયોગથી ઉર્જા સંરક્ષણ અને વીજ સલામતી દિવસની ઉજવણી


SHARE







હળવદ શાળા નંબર-૪ ખાતે પીજીવીસીએલના સહયોગથી ઉર્જા સંરક્ષણ અને વીજ સલામતી દિવસની ઉજવણી

હળવદ શાળા નંબર-૪ ખાતે પીજીવીસીએલ હળવદના સહયોગથી ઉર્જા સંરક્ષણ અને વીજ સલામતી દિવસની ઉજવણી થઈ હતી.૧૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ હોય અને હાલમાં ઉર્જા સંરક્ષણ અને વીજ સલામતી અંતર્ગત પખવાડિયાની ઉજવણી ચાલતી હોય શાળા નંબર-૪ હળવદ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.જેમાં ઉર્જા બચાવો તથા વીજ સલામતી વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ધો.૬ થી ૮ ના કુલ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં પીજીવીસીએલ હળવદની કચેરીમાંથી કાર્યપાલક ઇજનેર બરંડા તથા નાયબ કાર્યપાલક ઇજનેરી ચૌધરી, હડિયલભાઇ ,પટેલભાઇ શાળાના આચાર્ય રાજેશભાઈ તથા સ્ટાફ હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ હતી ત્યારે બાદ ઉર્જા બચાઓ વિષય ઉપર બરંડાએ સુંદર વક્તવ્ય આપી ઉર્જા બચાવવા અને વીજ સલામતી માટેના વિચારો રજૂ કર્યા હતા તથા સ્પર્ધાના અંતે ચિત્ર સ્પર્ધામાં સાયના ભીલ પ્રથમ ક્રમે, દેવાંશી નાકરાણી દ્વિતીય તેમજ તૃતીય ક્રમે દિયા ઝાલરીયા તેમજ નિબંધ લેખનમાં ઉમા તારબુંદિયા પ્રથમ, ધ્રુવી મકવાણા બીજા અને જાનવી કણઝરિયાએ તૃતીય નંબર મેળવ્યો હતો જે તમામ વિજેતાઓને પીજીવીસીએલ કચેરી હળવદ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.






Latest News