મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા ગામે કોઈ કારણોસર યુવાનનું મોત, ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના થોરાળા ગામે કોઈ કારણોસર યુવાનનું મોત, ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના થોરાળા ગામે સીમ વિસ્તારમાં આવેલ ફેબ્રિકેશનના કારખાનામાં મજૂરી કામ કરતો અને મૂળ બિહારનો યુવાન તેના લેબર કવાટરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો તેને પગલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા હાલ મૃતકના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ નીતિન પાર્ક વિસ્તારમાં આવેલા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીના થોરાળા ગામ પાસે આવેલ દેવકુંવર ફેબ નામના કારખાનામાં વેપાર કરતાં ચિરાગભાઈ પ્રવીણભાઈ દેત્રોજા જાતે પટેલ નામના ૨૭ વર્ષના યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અને મૂળ બિહારના શિવહર જિલ્લાના નગર પંચાયત વિસ્તારમાં રહેતા આશુકુમાર હરેશ્વરભાઈ તિવારી (ઉંમર ૩૬) નામના મજૂર યુવાનનો મૃતદેહ તેના લેબર કવાટરમાંથી મળી આવ્યો હતો.જેના લીધે તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.હાલ કયા કારણોસર યુવાનનું મોત થયું છે..? તે બાબતે ખુલાસો થયો ન હોય અને આપઘાત છે કે કુદરતી મોત કે અન્ય કોઈ બાબત તે બાબતે આગળની તપાસ માટે મૃતક યુવાનના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ટંકારા મારામારી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના રામપર ગામે રહેતા રમેશભાઈ હમીરભાઇ ચૌહાણ નામના ૪૩ વર્ષના યુવાનને તેના ઘરે કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો આ બાબતે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે બનાવની ટંકારા પોલીસ મથકે જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા તેજસ ભીખાભાઈ ખીંટ (ઉમર ૨૪) નામના યુવાનને રફાળેશ્વર ગામ અને રફાળેશ્વર ચોકડી વચ્ચેથી બાઈક લઈને જતા સમયે તેના બાઇકને કોઇ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News