મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદની શિવમ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે ટાટા સોલ્ટના કર્મચારી નોંધાવી કોપી રાઇટની ફરિયાદ


SHARE







હળવદની શિવમ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે ટાટા સોલ્ટના કર્મચારી નોંધાવી કોપી રાઇટની ફરિયાદ

હળવદ નજીક આવેલ જીઆઇડીસી વિસ્તારમાં શિવમ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ટાટા કંપનીનું ઓથોરાઇઝ ડીલરશીપ પ્રમાણપત્ર કે કોપીરાઇટ સર્ટિફિકેટ ન હોવા છતાં પણ ટાટા સોલ્ટ કંપનીના લોગો તથા કલર ડિઝાઇનને મળતી પ્લાસ્ટિક બેગ તથા રોલનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી કરીને હાલમાં કંપનીના કર્મચારી દ્વારા ૬૦ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરીને શિવમ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ વાળાની સામે કોપીરાઇટ એક્ટ મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના રહેવાસી અને ટાટા સોલ્ટ કંપનીમાં કામ કરતા રોહિતકુમાર ઉર્વેશકુમાર કર્ણાવત જાતે રાજપૂત (૨૨) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ બાબુલાલ ઠક્કર જાતે લોહાણા (૫૬) રહે. અન્ન ક્ષેત્ર પાસે પિતૃ છાયા મકાન હળવદ વાળાની સામે કોપી રાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, હળવદની જીઆઇડીસીમાં શિવમ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ગોપાલભાઈનું આવેલ છે જ્યાં ટાટા કંપનીનું ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર કે કોપીરાઇટ સર્ટિફિકેટ ન હોવા છતાં પણ કારખાનામાં ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટિકના પ્રિન્ટેડ વિથ સુપર ગોલ્ડ સોલ્ટ લખેલ ટાટા કંપનીના લોગો તથા કલર અને ડિઝાઇન સાથે મળતા સામ્યતા ધરાવતા રોલ નંગ ૧૦૦ જેની કિંમત ૩૦ હજાર રૂપિયા તથા મીઠાની ખાલી થેલી ૨૦ હજાર નંગ જેની કિંમત ૩૦ હજાર રૂપિયા આમ કુલ મળીને ૬૦ હજારની કિંમતનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કરેલ છે અને કંપનીના કર્મચારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદરે પોલીસે કોપી રાઈટ ૧૯૫૭ ની કલમ ૬૩ અને ૬૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કેસની વધુ તપાસ હળવદના પીએસઆઇ કે.એન. જેઠવા ચલાવી રહ્યા છે






Latest News