મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં આધેડ મહિલાનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં આધેડ મહિલાનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લાના વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં મહિન્દ્રા થાર ગાડીના ચાલકે હાઇવે પરથી પસાર થતાં આધેડ મહિલાને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થઈ હતી અને તે મહિલાનું મોત નીપજયું હતું જે બનાવમાં મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગાડીના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના બોર્ડ પાસે સીએનજી પંપ નજીક રોડ ઉપર ગંભીર અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મહિન્દ્રા થાર ગાડી નંબર જીજે ૩૬ એજે ૦૯૦૯ ના ચાલકે હાઇવે પરથી પસાર થતા હસીનબેન ઇસ્માઇલભાઇ શેરસીયા (૫૨) રહે. સિંધાવદર વાળા મહિલાને હડફેટે લીધા હતા જેથી કરીને તે મહિલાને ગંભીર ઇજા થઇ હતી અને તે મહિલાને તાત્કાલિક સારવાર માટે પીર મશાયખ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જો કેસારવાર દરમિયાન તે મહિલાનું મોત થયું હતું. હાલમાં હિટ એન્ડ રન ની આ ઘટનામાં મૃતકા મહિલાના પતિ ઇસ્માઇલભાઇ અલીભાઇ અમનજીભાઇ શેરસીયા જાતે મોમીન (૫૨) રહે. સિંધાવદર વાળાએ થાર ગાડીના ચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News