મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ૨૯ કેન્દ્રો ઉપર ૬૧૦૯ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે


SHARE







મોરબીના ૨૯ કેન્દ્રો ઉપર ૬૧૦૯ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે

સંસ્કૃતભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા ગુજરાતમાં સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે અને ઘર ઘર સુધી સંસ્કૃત પહોંચે તે લક્ષ્ય સાથે ગુજરાતમાં છેલ્લા ૧૯ વર્ષોથી સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરી રહી છે. ત્યારે આગામી તા ૯ ન રોજ સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતના ૭૩૬ કેન્દ્ર પરથી ૭૮,૬૪૭ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપશે જેમાં મોરબીના ૨૯ કેન્દ્રો ઉપર ૬૧૦૯ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપવાના છે

સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ વખતે સંપૂર્ણ ગુજરાતના ૭૩૬ કેન્દ્રો પરથી ૭૮,૬૪૭ છાત્રો પરીક્ષા આપશે. આ વખતે આ પરીક્ષામાં ઐતિહાસિક સંખ્યા થઈ છે. અને સંપૂર્ણ ભારતમાં જે જે સંસ્કૃતની પરીક્ષાઓ લેવાય છે તેમાં સૌથી વધુ સંખ્યા નોંધાયેલી હોય તો તે આ પરીક્ષામાં છે. આગામી તા.૯ ને શનિવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ પ્રવેશિકા અને પ્રમોદીકા પરીક્ષા અને બપોરે ૧ થી ૨ પ્રદીપિકા અને પ્રવાહિકા પરીક્ષા રહેશે. આ પરીક્ષા પૂર્વે કેન્દ્ર સંયોજકો માટે ઓનલાઈન ચાર દિવસ ભણાવવાનું આયોજન પણ કરેલ હતું. અને છાત્રોના અભ્યાસ માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષા એપ્લીકેશન પરથી ખુબ સારી તૈયારી કરી શકે તેવું આયોજન કરેલ છે. આ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને દરેક કેન્દ્રને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે






Latest News