મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના ગોલાસણ ગામના ચાર યુવાનોના ધાંગધ્રાના બાયપાસ રોડે વાહન અકસ્માતમાં મોત


SHARE







હળવદ તાલુકાના ગોલાસણ ગામના ચાર યુવાનોના ધાંગધ્રાના બાયપાસ રોડે વાહન અકસ્માતમાં મોત

હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા યુવાનો કાર લઈને ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી લગ્ન પ્રસંગ પૂરો કરીને રાત્રિના સમયે પરત આવી રહ્યા હતા ત્યારે સ્વિફ્ટ કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતા વાહન સાથે અથડાઈ હતી જેથી કરીને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતના બનાવમાં કારની અંદર બેઠેલા સાત યુવાનોમાંથી ચાર યુવાનોના મોત નીપજયાં છે અને ત્રણ યુવાનો સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવની જાણ થતા ધ્રાંગધ્રા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા યુવાનો સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ એસી ૩૦૧૫ લઈને ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાં લગ્ન પ્રસંગ પૂરો કરીને રાત્રીના ૧૨ વાગ્યાના અરસામાં ધાંગધ્રા તાલુકાના નરાડી ગામેથી પરત ગોલાસણ ગામ તરફ આવી રહ્યા હતા દરમ્યાન ધાંગધ્રા બાયપાસ રોડ ઉપર કોઈ કારણોસર કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને સામેના ભાગમાં રોડ ઉપર આવી રહેલા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી આ જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કારની અંદર બેઠેલા સાત યુવાનોને ગંભીર ઈજા થઈ હતી જે પૈકીના ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજયાં હતા અને જે ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી તેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા દરમિયાન એક યુવાનનું મોત નીપજયું હતુ આમ કુલ મળીને આ અકસ્માતના બનાવમાં ચાર યુવાનોના મોત નીપજયાં છે અને ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તે ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાની માહિતી જાણવા મળી રહે છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે અકસ્માતના આ બનાવમાં કિરણભાઈ મનુભાઈ સુરેલા (૧૮), ઉમેશભાઈ જગદીશભાઈ (૧૫), કરસનભાઈ ભરતભાઈ (૨૩) અને  કાનજીભાઈ ભુપતભાઈ (૧૮) નામના ચાર યુવાનોના મોત નીપજયા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે અને આ અકસ્માતના બનાવમાં કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા, અમિતભાઈ જગદીશભાઈ ઉકેડીયા અને એક અજાણ્યો વ્યક્તિ આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News