મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદની મોરબી ચોકડીએ વાહન કેમ ઊભું રાખ્યું કહીને યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







હળવદની મોરબી ચોકડીએ વાહન કેમ ઊભું રાખ્યું કહીને યુવાન ઉપર છરી વડે હુમલો

બનાસકાંઠાના ડીસા તાલુકામાં રહેતો યુવાન પોતાનું વાહન લઈને ઘાસચારો ભરવા માટે થઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે હળવદની મોરબી ચોકડી પાસે ગાડી કેમ ઉભી રાખી તેમ કહીને તેને ગાળો આપીને એક શખ્સે તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેના હાથે પગે છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી તેને હાથે અને પગે ટાંકા આવ્યા હતા અને તે યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેસાણાના શખ્સની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રહેતા દિલાવરખાન ગુલાબખાન પઠાણ જાતે મુસ્લિમ (૪૧) નામના યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂળ અમદાવાદ હાલ મહેસાણા રહેતા લાલો નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદની મોરબી ચોકડી પાસે તેઓ ડીસાથી ઘાસચારો ભરવા માટે આવ્યા હતા ત્યારે પોતાની ગાડી ઊભી રાખીને ઉભા હતા ત્યાં ગાડી કેમ ઉભી રાખી તેમ કહીને આરોપીએ તેને ગાળો આપી હતી અને જમણા હાથે કોણીથી ઉપરના ભાગમાં તથા જમણા પગે ઢીંચણથી ઉપરના ભાગમાં છરીના બે ઘા ઝીકિ દીધા હતા અને તે ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત ફરિયાદી દિલાવરખાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમને જમણા હાથની કોણી પાંચ ટાંકા અને જમણા પગે ઢીંચણના ભાગે ૧૨ ટાંકા આવ્યા હતા અને આ યુવાને સારવાર લીધા બાદ હાલમાં લાલો નામના શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ કે.એન. બાવળિયા ચલાવી રહ્યા છે.






Latest News