મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી આસપાસમાં પેટકોક વાપરતા છ કારખાનાઓને જીપીસીબીએ ફટકારી ક્લોઝર નોટિસ


SHARE







મોરબી આસપાસમાં પેટકોક વાપરતા છ કારખાનાઓને જીપીસીબીએ ફટકારી ક્લોઝર નોટિસ

મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે જેમાં કેટલાક ઉદ્યોગકારો દ્વારા પેટકોકનો ઉપયોગ કરવામાં આવે છે જેની જીપીસીબીની કચેરમાં રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે તપાસ કરીને હાલમાં છ કારખાનેદારોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને હજુ બીજા કોઈ કારખાનામાં પેટકોક વાપરવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે

મોરબીની આસપાસમાં પ્રદૂષણનો પ્રશ્ન ન ઊભો થાય તેના માટે સિરામિક એસો. દ્વારા અને વિવિધ એસો. દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે, તેના ઉપર કેટલાક ઉદ્યોગકારો દ્વારા પાણી ફેરવવામાં આવી રહ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અમુક કારખાનેદારો પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરે છે જે અંગેની મોરબી જીપીસીબીની કચેરીને ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે હાલમાં એક કે બે નહીં પણ છ કારખાનાઓને જીપીસીબી દ્વારા કલોઝર નોટિસ આપવામાં આવેલ છે જેની માહિતી આપતા અધિકારી મહેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે, હાલમાં પેટકોકનો ઉપયોગ કરતાં રિકોન સિરામિક, જેન્યુઇન સિરામિક, સેમસંગ સિરામિક, સિલિકોન સિરામિક, ક્રિષ્ના વિજય સિરામિક અને શિવાય ટેરાકોટા ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને હજુ બીજા કોઈ કારખાનામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે 






Latest News