મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીકના ગેરકાયદે ટોલનાકાની તપાસ માટે ચાર અધિકારીઓની ખાસ કમિટીની રચના કરાઇ


SHARE







વાંકાનેર નજીકના ગેરકાયદે ટોલનાકાની તપાસ માટે ચાર અધિકારીઓની ખાસ કમિટીની રચના કરાઇ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે આવેલ ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જે બાબતના સમાચારો પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક તપાસના આદેશો દેવામાં આવ્યા હતા અને કલેક્ટર દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા હાલમાં જુદા જુદા ચાર વિભાગના અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી દ્વારા સમગ્ર મામલાની જુદી જુદી દિશાઓમાં તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેના રિપોર્ટના આધારે પ્રાંત અધિકારી દ્વારા જિલ્લા કલેકટરને રિપોર્ટ આપવામાં આવશે ત્યાર પછી કલેક્ટર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે કેન્દ્ર સરકાર સંચાલિત ટોલ પ્લાઝા આવેલ છે અને તેનું સંચાલન હાલમાં સેફ વે નામની કંપનીને સોંપવામાં આવ્યું છે અને આ ટોલનાકા ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ચાર્જ મુજબની રકમ વસૂલ કરવામાં આવી રહી છે જોકે, આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ટોલનાકા ઉપર લેવામાં આવતો ટોલની અડધી રકમ કરતા પણ ઓછી રકમ લઈને ત્યાંથી વાહનોને પસાર થવા દેવામાં આવતા હતા

તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા આમ ટોલનાકાની બંને બાજુએથી વાહનોની અવરજવર ગેરકાયદે થતી હતી અને ત્યાં પૈસાના ઉઘરાણા પણ થતા હતા જે બાબતના સમાચારો પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને વાંકાનેરના પ્રાંત અધિકારી એ.એચ. સેરસિયાને આ અંગેની તપાસ સોંપવામાં આવેલ છે ત્યારબાદ વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા હાલમાં મામલતદાર, ટીડીઓ, પીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી આમ કુલ મળીને ચાર અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે અને આ ચારેય અધિકારીઓ સંયુક્તમાં ગેરકાયદે બની ગયેલા ટોલનાકાની જુદીજુદી દિશામાં તપાસ કરશે અને તેઓ રિપોર્ટ આપશે તેના આધારે વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે






Latest News