મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે નયી ચેતના અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેર ખાતે નયી ચેતના અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેરના નવાપરા રામકૃષ્ણ નગર કન્યા શાળા ખાતે નયી ચેતનાઅંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓ સ્વતંત્ર રીતે પોતાના નિર્ણય લઈ પોતાના અધિકારોને જીવી અને જાણીને પોતાના સ્વપ્ન પુરા કરી શકે તે બાબત પર ભાર મુકી મહિલાઓને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી હતી. મહિલા સ્વાવલંબી બને તેમજ સમાજ અને પરિવારમાં તેનું વર્ચસ્વ બની રહે તે માટે સરકાર દ્વારા મહિલાઓ લગતી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના, વિકલાંગ યોજના, નિરાધાર તથા વૃદ્ધ પેન્શન, ભરણ પોષણ કાયદો વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત કાર્યક્રમમાં મહિલા અને કિશોરીઓને તેમના હકો તથા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે સમજ આપી કિશોરી તથા બહેનોના પ્રશ્નો સાંભળી યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી લગ્ધીરકા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના દેવ પ્રોજેક્ટના કો.ઓર્ડીનેટરશ્રી મયુર સોલંકી, જિલ્લા બાળ વિકાસ વિભાગના રંજન મકવાણા તથા સામાજિક ન્યાય અને  અધિકારીતા વિભાગ સંલગ્ન સિનિયર સિટીઝન હેલ્પ લાઇન ૧૪૫૬૭ ના રાજદીપ પરમાર અને મહિલા કમિટીના બહેનો તથા અલગ અલગ વિસ્તારની કિશોરી તથા માતા અને બહેનોએ હાજરી આપી હતી.






Latest News