મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

બનાસકાંઠાના દાતા નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા મોરબીના લોકોની વ્હારે આવ્યું જિલ્લા વહિવટીતંત્ર


SHARE







બનાસકાંઠાના દાતા નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા મોરબીના લોકોની વ્હારે આવ્યું જિલ્લા વહિવટીતંત્ર

બનાસકાંઠાના દાંતા નજીક ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતની ઘટના બનતા ત્યાં મોરબી જિલ્લાના સામાન્ય ઈજાગ્રસ્તો લોકોને મોરબી જિલ્લા વહીવટી તંત્રએ રાજકોટથી બસથી રીસિવ કરી તેમની સારસંભાળ રાખી મોરબીમાં તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા.

ગત રાતે બનાસકાંઠાના દાંતા નજીક ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતની ઘટના બની હતી ત્યારે અકસ્માત ગ્રસ્ત ખાનગી બસમાં સવાર મોરબી શહેર તથા તાલુકાના ઇજાગ્રસ્તો સાથે મોરબી કલેકટર જી.ટી. પંડયાએ ટેલીફોનિક વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્ર તેમની સાથે છે એવી ખાતરી આપી હતી. ટેલીફોનિક વાતચીત દરમિયાન આ ઈજાગ્રસ્તો પૈકી સામાન્ય ઇજાગ્રસ્ત લોકોએ પરત મોરબી આવવાની ઈચ્છા વ્યક્ત કરતા મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાજકોટથી તેમને તેડવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોડી સાંજે તેઓ ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી દાંતાથી રાજકોટ આવવા માટે રવાના થયા હતા.

કલેકટર દ્વારા મોરબી નિવાસી અધિક કલેકટર એન.કે.મુછારને આ ઈજાગ્રસ્તોને રાજકોટ થી મોરબી માટેની વ્યવસ્થા કરવાનું જણાવતા જિલ્લા કલેકટર તથા નિવાસી અધિક કલેકટરના માર્ગદર્શન હેઠળ મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ મહેતા તથા સ્ટાફના સિનિયર તલાટી જય કિશન લીખીયા મોડી રાતે રાજકોટ જવા રવાના થયા હતા. વહેલી સવારે ત્રણ વાગ્યે આ ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે રિસીવ કર્યા હતા. ત્યારે ઠંડીનો માહોલ હોવાથી દરેકને ઓઢવા માટે ધાબળા તથા પીવાના પાણી તેમજ પ્રાથમિક સારવારની સુવિધાઓ પૂરી પાડી તેઓને હેમખેમ મોરબી ખાતે લાવી વહેલી સવારે ૬:૦૦ વાગે તેઓના ઘરે પહોંચાડતા તેઓના પરિવારના સભ્યોએ જિલ્લા વહીવટી તંત્રનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વરિષ્ઠ નાગરિકો કે જેઓની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે તેઓ પોતાની રીતે મુસાફરી કરતા હતા. અકસ્માત બાદ વહીવટી તંત્ર દ્વારા તેઓને સામાન ઊંચકવાની પણ તસ્દીર લેવી પડે તેવી વ્યવસ્થા કરી હતી. જેથી આવા જ એક સિનિયર સિટીઝન નાગરિકે ઘરના દીકરા સાચવે એવી જ રીતે વહીવટી તંત્રએ સાચવ્યા હોવાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.






Latest News