મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વઘાસિયાના ગેરકાયદે ટોલનાકા મુદે તપાસ કમિટીના રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે: કલેક્ટર


SHARE







વઘાસિયાના ગેરકાયદે ટોલનાકા મુદે તપાસ કમિટીના રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે: કલેક્ટર

વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ટોલ ન ભરીને વાહનો બાયપાસ કરવામાં આવતા હતા અને ત્યાં ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હતા જેથી કરીને આ બોગસ ટોલનાકા મુદે સમાચાર સામે આવતાની સાથે જ અધિકારીઓએ દોડતા થયા હતા અને તાત્કાલિક તપાસ માટેનો આદેશ પણ કરવામાં આવ્યો હતો જો કે, આ મુદે મોરબીમાં શોભેશ્વર રોડે આવેલ કલેકટર કચેરી ખાતે કલેક્ટર અને એસપીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં અધિકારીએ જણાવ્યુ હતું કે, તપાસ કમિટીના રિપોર્ટના આધારે ગેરકાયદે ટોલનાકું શરૂ કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

 

 

મોરબીમાં શોભેશ્વર રોડે આવેલ કલેકટર કચેરી ખાતે બોગસ ટોલનાકા મુદે કલેક્ટર જી.ટી. પંડ્યા અને એસપી રાહુલ ત્રિપાઠીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં કલેકટરે જણાવ્યું હતું કે, વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ટોલ ન ભરીને વાહનો બાયપાસ કરવામાં આવે છે તેવી તેઓને ફરિયાદ મળી હતી ત્યારે હાઇવે ઓથોરિટીને જે મદદ જોઈતી હોય તે આપવાની તંત્રની તૈયારી હતી જો કે તે લોકો આગળ આવ્યા ન હતા અને હાલમાં મીડિયાના મધ્યમથી સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે હવે કલેક્ટર દ્વારા ડીવાયએસપી અને એસડીએમ કક્ષાની ટીમ બનાવીને તપાસનો આદેશ આપેલ છે અને તેના રિપોર્ટના આધારે ગેરકાયદે ટોલનાકું શરૂ કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ નેશનલ હાઈવે ઓથોરીટી અને ટોલટેક્ષ બુથ એજન્સી દ્વારા કેટલીક કાર્યવાહી કરવાની જરૂર છે તેના માટે તેઓને સૂચના આપવામાં આવેલ છે અને નેશનલ હાઈવેની બંને બાજુ ઓથોરીટીની માલિકીના રસ્તા છે ત્યાં અનઅધિકૃત પ્રવેશ થઇ ન શકે તેવી રીતે તે રસ્તાઓને બંધ કરવા માટે કહેવામા આવ્યું છે

અત્રે ઉલેખનીય છે કે, ટોલનાકાના સંચાલકો દ્વારા કલેક્ટર એસપીને જે રજૂઆતો કરવામાં આવી રહી હતી ત્યારે કોઈ પગલાં કેમ લેવામાં આવ્યા ન હતા તે બાબતે પૂછતા અધિકારીએ કહ્યું હતું કે, ત્યારે તંત્રની ટીમને મોકલી હતી જો કે ત્યારે પણ નેશનલ હાઈવે ઓથોરીટી કે ટોલ ટેક્ષ એજન્સીના અધિકારીએ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અને હાલમાં પણ તે લોકો ફરિયાદી બનેલ નથી ત્યારે સરકાર પક્ષે પોલીસ ફરિયાદ બનેલ છે અને કુલ મળીને પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે જો કે, ફરિયાદ બાબતે એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ હતું કે, પાંચ આરોપીઓ સામે નામ જોગ ફરિયાદ છે તેમજ તપાસમાં જેના નામ સામે આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને છેલ્લા દોઢેક વર્ષથી ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હતા તે મુદે પૂછતાં એસપીએ જણાવ્યું હતું કે, રૂપિયા ઉઘરાવે છે તેવી માહિતી ન હતી જો કે, વૈકલ્પિક રસ્તો બનાવીને વાહનો પાસ કરવામાં આવે છે તેવી ફરિયાદ મળી હતી હાલમાં જે અમરશીભાઈ જેરામભાઈ પટેલ સામે ફરિયાદ છે તે પાટીદાર સમાજના આગેવાન જેરામભાઈ વાંસજાળિયાનો દીકરો છે કે શું તે અંગે પૂછતા તેની માહિતી એસપી પાસે ન હતી






Latest News