મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં વીજ કંપનીના કવાર્ટરમાં વિજકર્મીના ઘરને નિશાન બનાવીને ૬૬,૦૦૦ ના મુદામાલની ચોરી


SHARE







મોરબીમાં વીજ કંપનીના કવાર્ટરમાં વિજકર્મીના ઘરને નિશાન બનાવીને ૬૬,૦૦૦ ના મુદામાલની ચોરી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાડા પુલની પાસે આવેલ વીજ કંપનીના કવાર્ટરમાં રહેતા કર્મચારીના ઘરને અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરની અંદર દરવાજાના નકુચા તોડી પ્રવેશ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને કુલ ૬૬,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વીજ કર્મી દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પાડા પુલની બાજુમાં આવેલ વીજ કંપનીના ડી-ટાઈપ ક્વાર્ટર્સમાં રહેતા જયેશગીરી ચંદ્રકાંતગીરી ગોસ્વામી જાતે બાબાજી (૪૧)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ પોતાના વતનમાં ભાવનગર ગયા હતા અને તેમનું ઘર બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તા. ૬/૧૧ થી ૨૬/૧૧ સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે તેને ઘરને નિશાન બનાવ્યું હતું અને તેના મકાનના મેઇન દરવાજાના નકૂચા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ લોખંડના કબાટના તાળા તોડી તેમાં રાખેલ સોનાની એક જોડી બુટ્ટી, એક સોનાની વીંટી જે બંને કુલ મળીને ૩૫,૦૦૦ તેમજ ૬૦૦૦ રૂપિયાની કિંમતના ચાંદીના દાગીના અને ૨૫,૦૦૦ રોકડા આમ કુલ મળીને ૬૬,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વીજકર્મી દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનાની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એલ. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News