ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું


SHARE











વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું

સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભોજપરા પ્રાથમિક શાળા ખાતે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરોલો પ્રજાજોગ સંદેશો સાંભળી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું. સૌ ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે  પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે ભોજપરા ગામને ૧૦૦ ટકા નળ જોડાણ માટે સન્માન પત્ર અને સ્વચ્છતા માટે ઓડીએફ પ્લસ મોડેલ ગામ બાબતનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા ધરતી કહે પુકાર કે ગીત પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો ભોજપરાના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો






Latest News