મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાં દારૂની ત્રણ રેડ: પાંચ બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા


SHARE







મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુદી જુદી ત્રણ જગ્યાએ પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં વાટેરો સીરામીક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે રાહુલ મોહનભાઈ રેવર જાતે અનુ. જાતી (૨૨) રહે મહેન્દ્રનગર ચોકડી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવેલ છે આવી જ રીતે મોરબી નજીકના શક્તિ ચેમ્બર પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી પણ દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે ગોપાલભાઈ વિનુભાઈ સીતાપરા જાતે કોળી (૩૦) રહે. લાલપર નવા પ્લોટ મોરબી વાળા ની ધરપકડ કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે તો મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ સાથે કિરણભાઈ માવજીભાઈ સોરઠીયા જાતે આહિર (૪૬) રહે વૈશાલી સિનેમા પાછળ શિવ શક્તિ સોસાયટી અંજાર જિલ્લો કચ્છ વાળા ની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ટંકારામાં સરકારી દવાખાના પાસેથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી ૯ લિટર દારૂનો જતો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને બાઈક મળીને કુલ ૩૦,૧૮૦ રૂપિયાની કિંમતમાં મુદ્દા માલ કબજે કરી રાયધનભાઈ ઉર્ફે દસુડો સવસીભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૨૪) રહે અમરાપર રોડ ટંકારા વાળાની ધરપકડ કરી ટંકારા ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News