મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE







વાંકાનેરમાં તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

બંધારણ દિવસ નિમિતે વાંકાનેર ખાતે મેઘમાયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા સર અમરસિંહજી હાઇસ્કૂલના ઓડિટોરિયમ હૉલ ખાતે તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન કાર્યક્રમનું સી.એન. અંબાલીયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઈ પારઘી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધો. ૧૦, ૧૨, વ્યવસાયલક્ષી કોર્ષના, સ્નાતક, અનુસ્નાતક તેમજ મેડિકલક્ષેત્રના તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ, પ્રસસ્તીપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ તાજેતરમાં સરકારી સેવામાં જોડાયેલા સમાજના નવયુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય કક્ષાએથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે આ કાર્યક્રમમાં વાંકાનેરના પ્રાંત અધિકારી એ.એચ. શેરસિયા, વાંકાનેર સિટી પી.આઈ. પી.ડી. સોલંકી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ. છાસિયા, સર અમરસિંહજી હાઇસ્કૂલના આચાર્ય એમ.જી. સોલંકી, પી.એસ.આઈ. જીતુભાઈ ચાવડા વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ વી.એન. ચાવડા, મંત્રી હસુભાઈ મકવાણા, સહમંત્રી રસિકભાઈ વોરા, સામાજિક આગેવાનો પ્રિતેશભાઈ સોલંકી, રઘુભાઈ નગવાડિયા, મૂળજીભાઈ ચાવડા, કમલેશભાઇ બારોટ વિગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.






Latest News