મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતમાં ૩૦ મીએ કારોબારી સમિતિની બેઠક મળશે


SHARE







ટંકારા તાલુકા પંચાયતમાં ૩૦ મીએ કારોબારી સમિતિની બેઠક મળશે

ટંકારા તાલુકા પંચાયતના ખુબ ચકચાર જગાવી શાશક પક્ષ તરીકે રહેલ ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરી કારોબારી સમિતિની અઠી વર્ષની મુદત પૂરી થતાં નવી સમીતીની રચના વખતે મેન્ડેટ મુજબની રચના કરવાને બદલે બાગી સભ્યો દ્વારા નવી કમિટી બનાવી રીતસરની જીત મેળવી ગુજરાતના રાજકારણમાં ચકચાર જગાવી હતી.

જોકે આલા કમાન્ડના નેતા રાતોરાત આ મામલે ટાઢું પાડવા ટંકારા દોડી આવ્યા હોય ધીના ઠામમાં ઘી પડી ગયું હતું અને ચુંટાયેલી કમીટીએ રાજીનામું આપી નવી કમિટી બનાવી હતી પરંતુ આ કમિટીના ચેરમેન તરીકે ચુટવા માટે એજન્ડા બહાર પાડવામાં ખુબ લાબો સમય રાહ જોઈ દુધના દાઝેલ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એવો ધાટ સર્જાયો હતો અને લાબો સમયથી કારોબારી બેઠક મળી ન હોય અનેક કામો પેન્ડીંગ પડ્યા છે. જે હવે આગામી ૩૦ નવેમ્બરે બપોરના ૧૨ વાગ્યે નવી સમીતી નવા અધ્યક્ષને ચુટી કાઢવામાં આવશે  જે બાદ કમિટી પેન્ડીંગ કામો તાકીદે યોગ્ય નિકાલ કરે એ જનહિત માટે જરૂરી છે.

શુ આ કમિટીના સભ્યો પણ અધ્યક્ષ ચુટવામા ખેલ કરી શકે છે?

ચર્ચાસ્પદ બનેલી ભાજપ શાસિત ટંકારા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણીને લઈને ભારે ગરમાવો આવી ગયો હતો જે હજી પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે અને એવા સંજોગો જોઇ અધ્યક્ષ ચુટવા ની પ્રકિયા બહુ વિલંબ થયો છે અને હજુ પણ રાજકીય રીતે પંથકમાં કાઠું કાઢનાર ખેલ બગાડી શકે છે તેવી બિક સતાવતી હોય એવી વાતો આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળે છે. જોકે હવે કોઈ નારાજગી ન હોય એવી વાત ખુદ નારાજ સભ્યો પણ કરી રહ્યા છે.






Latest News