મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી કેસમાં આરોપી વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના ત્રણની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE







મોરબીના ચકચારી કેસમાં આરોપી વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના ત્રણની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૧૨ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીના રિમાન્ડ નામંજૂર આરોપીને કરવામાં આવેલ છે દરમિયાન આજે બપોરના સમયે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તથા તેનો ભાઈ સહિત ત્રણ આરોપીઓ મોરબીમાં પોલીસ સમક્ષ રજૂ થયા હતા જેથી કરીને પોલીસ તેની ધરપકડ કરી છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનામાં પોલીસે ભોગ બનેલા યુવાનને જે તે સમયે ફડાકો માર મારનારા મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી) (૨૬) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તે આરોપીના રિમાન્ડ નામંજૂર કરેલ છે જેથી પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે આ ગુનામા આજે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ તેના વકીલ સાથે મોરબી જિલ્લા એલસીબી ની ઓફિસે રજૂ થયા હતા જેથી કરીને પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાણીબાએ અગાઉ તેના જન્મદિવસ વખતે મોરબીના એસપી રોડ ઉપર જાહેરમાં એક સાથે ૩૦ જેટલા કેક ટેબલ ઉપર રાખીને તલવાર જેવા હથિયારથી તે કેક કાપ્યા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જે વીડિયોના આધારે તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં પરીક્ષિત તેમજ અન્ય જે આરોપીઓ છે તેને પકડવા માટે થઈને પણ પોલીસ દ્વારા હાલમાં તજવીજ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં આ ગુનામાં આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા, ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રહે. બંને પેસિફિક હાઈટ્સ- 401 એસ.પી. રોડ મોરબી તથા રાજ અજયભાઈ પડસારા રહે. બાપાસીતારામ ચોક પાસે રવાપર રોડ મૂળ રહે શાંતિની કેતન સોસાયટી બગસરા અમરેલી વાળાની ધરપકડ થઇ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News